scorecardresearch
Premium

આખી રાત અભ્યાસ કરવા માટે ડિનરમાં શું ખાવું? આ ટિપ્સ સાથે કરો બોર્ડની પરીક્ષાની તૈયારી

Board Exams 2025: અભ્યાસ કરવામાં સૌથી વધારે પરેશાની ત્યારે આવે જ્યારે ઊંઘ આવે છે કે પછી પેટમાં ગેસ અને અન્ય તકલીફો થાય છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ, જેને તમે ખોરાકમાં અથવા દૈનિક ભોજનમાં સામેલ કરી શકો છો

food for studying exams, exams
રાતભર અભ્યાસ કરવા માટે ડિનરમાં શું ખાવું. જાણો (તસવીર – ઇન્સ્ટાગ્રામ)

Board Exams 2025: દેશના ઘણા ભાગોમાં બાળકોની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ગુજરાતમાં 27 ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષા શરુ થઇ રહી છે. આવી સ્થિતિમાં બાળકો તૈયારી કરવા માટે કલાકો સુધી બેસીને અભ્યાસ કરે છે. કેટલાક બાળકો આખી રાત અભ્યાસ કરે છે. હાલમાં સીબીએસઈ, આઈસીએસઈ અને બિહાર બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આગામી દિવસોમાં હજુ ઘણી પરીક્ષાઓ આવશે. આવી સ્થિતિમાં બાળકો અભ્યાસ માટે દિવસ-રાત એક કરી દેશે.

બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?

આમ પણ દિવસ હોય કે રાત, અભ્યાસ કરવામાં સૌથી વધારે પરેશાની ત્યારે આવે જ્યારે ઊંઘ આવે છે કે પછી પેટમાં ગેસ અને અન્ય તકલીફો થાય છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ, જેને તમે ખોરાકમાં અથવા દૈનિક ભોજનમાં સામેલ કરી શકો છો. અભ્યાસ કરતી વખતે પણ લઈ શકો છો.

અભ્યાસ દરમિયાન શું ખાવું જોઈએ?

પરીક્ષા પર ચર્ચા દરમિયાન શેફ સોનાલી સબરવાલે જણાવ્યું હતું કે મગજને અભ્યાસ દરમિયાન ક્રન્ચી પસંદ છે. આવી સ્થિતિમાં તેમણે બાળકોને બટાકાની ચિપ્સ ખાવાને બદલે શક્કરિયા ચિપ્સ ખાવાની સલાહ આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમે શક્કરિયાની ચિપ્સને ક્રન્ચી બનાવીને અભ્યાસ કરતી વખતે ખાઇ શકો છો.

આ પણ વાંચો – એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે જીવન બદલી નાખ્યું; કંપનીએ 100 કરોડનો આંકડો પાર કર્યો

અભ્યાસ કરતી વખતે ડિનરમાં શું ખાવું?

સાથે જ આ કાર્યક્રમમાં ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે જણાવ્યું હતું કે પરીક્ષાની તૈયારી કરતી વખતે ડિનરમાં શું ખાવું સારું રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાંબા સમય સુધી અભ્યાસ દરમિયાન ડિહાઇડ્રેશન પણ થવા લાગે છે, જે અંગે તેમણે જણાવ્યું હતું કે ડિહાઇડ્રેશનથી બચવા માટે તમે અભ્યાસ દરમિયાન છાશ કે લસ્સી લઇ શકો છો. સાથે જ ડિનર અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાત્રે તમે સરળતાથી ભાતથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો.

ઠંડા પીણાનું સેવન ન કરો

હેલ્થ ઈન્ફ્લુએન્સર રેવંત હિમાતસિંકાએ જણાવ્યું હતું કે, અભ્યાસ દરમિયાન સોફ્ટ ડ્રિંક્સનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. રેવંતના જણાવ્યા પ્રમાણે કોલ્ડ ડ્રિંકની એક નાનકડી બોટલમાં આઠથી દસ ચમચી ખાંડ હોય છે. આ કિસ્સામાં, તેના બદલે સામાન્ય પાણી પીવો.

Web Title: Pariksha pe charcha 2025 how to prepare for board exams in night ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×