scorecardresearch
Premium

ONGC મહેસાણા ભરતી 2024: ITI અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે મહેસાણામાં તગડા પગારવાળી નોકરી મેળવવાની ઉત્તમ તક

ONGC Mehsana Recruitment 2024, ONGC મહેસાણા ભરતી 2024 : ITI અને ડિપ્લોમા પાસ ઉમેદવારોને મહેસાણામાં સારા પગારવાળી નોકરી મેળવવાની સૂવર્ણ તક છે. ઓએનજીસી મહેસાણા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ભરતી અંગે સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.

ONGC Mehsana Recruitment 2024
ઓએનજીસી મહેસાણા ભરતી , Express photo

ONGC Mehsana Recruitment 2024, ONGC મહેસાણા ભરતી 2024 : મહેસાણામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મહેસાણામાં જ સારા પગારની નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઓએનજીસીએ વિવિધ પોસ્ટની કૂલ 79 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ONGC મહેસાણા ભરતી માટે પોસ્ટ, લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, સહિતની અગત્ય પૂર્ણ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ONGC મહેસાણા ભરતી અંગેની મહત્વપૂર્ણ માહિતી

સંસ્થાઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
પોસ્ટજુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ
ખાલી જગ્યા79
અરજી મોડઓફલાઈન/ ઇમેઈલ
અરજી કરવાનું ઈમેઈલ એડ્રેસshukla_asish@ongc.co.in અથવા sekhar_nikku@ongc.co.in as
અરજી કરવાનું સરનામુંસરફેસ મેનેજરની ઓફિસ, પહેલો માળ, KDM ભવન, પાલાવાસણા ચોકડી મહેસાણા-384003
અરજી કરવાની છેલ્લી તારીખ23 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટhttps://ongcindia.com/

ONGC મહેસાણા ભરતી પોસ્ટની વિગતો

ઓએનજીસી મહેસાણા દ્વારા જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટની વિગેત માહિતી નીચે પ્રમાણે આપી છે.

સેક્શનડિસિપલાઈનજુનિયર કન્સલ્ટન્ટએસોસિએટ કન્સલ્ટન્ટકુલ
સર્ફેસ ટીમપ્રોડક્શન52254
સર્ફેસ ટીમઇલેક્ટ્રિકલ4NIL4
સર્ફેસ ટીમમિકેનિકલ14NIL14

ONGC મહેસાણા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા

ઓએનજીસી મહેસાણા દ્વારા બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો સંલગ્ન ટ્રેડમાં આઈટીઆઈ, ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવાર 64 વર્ષ કે તેની નીચેની વય ધરાવતો હોવો જોઈએ.

ONGC મહેસાણા ભરતી માટે શૈક્ષણિક પગાર

ઓએનજીસી મહેસાણા દ્વારા બહાર પાડેલી ભરતી માટે પગાર ધોરણ નીચે આપેલું છે.

નોટીફિકેશન

ONGC મહેસાણા ભરતી માટે પોસ્ટ, લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, સહિતની અગત્ય પૂર્ણ માહિતી માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું જોઈએ.

ONGC મહેસાણા ભરતી માટે અરજી કેવી રીતે કરવી

ઓએનજીસી મહેસાણા ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો બે પ્રકારે અરજી કરી શકે છે. ઈમેઈલ એડ્રેસ દ્વારા અને આપેલા સરનામા પર રૂબરૂ અરજી મોકલી શકે છે.

  • લાયક ઉમેદવારોએ આ જાહેરાતના પરિશિષ્ટ-I પર આપેલ ફોર્મેટમાં યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ અરજી ફોર્મની સ્કેન કરેલી નકલ ઇમેઇલ સરનામાં પર મોકલવી જરૂરી છે
  • shukla_asish@ongc.co.in (અથવા) sekhar_nikku@ongc.co.in ઈમેઇલ એડ્રોસ
  • લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ઉપર આપેલા નિયત અરજી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે સરફેસ મેનેજરની ઓફિસ, પહેલો માળ, KDM ભવન, પાલાવાસણા ચોકડી મહેસાણા-384003 સરનામા પર મોકલી આપવાના રહેશે.

અરજી ફોર્મ

આ પણ વાંચો

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સંસ્થા દ્વારા જાહેર કરેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનપૂર્વ વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી.

Web Title: Ongc mehsana recruitment 2024 great opportunity for iti and diploma candidates to get high paying jobs in mehsana how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×