scorecardresearch
Premium

Ojas GSSSB Recruitment 2025: એન્જિનિયર ઉમેદવારો માટે ગુજરાતમાં સરકારી નોકરીની તક, કેટલો મળશે પગાર?

GSSSB Municipal Engineer Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

GSSSB Recruitment 2025 | Gujarat Government Job Recrutiment 2025

Ojas GSSSB bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી માટે રાહ જોઈ રહેલા એન્જિનિયર ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નોકરીના દરવાજા ખોલ્યા છે. GSSSB દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશ્નર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી હેઠળના મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-3 સંવર્ગની કુલ 60 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

ગુજરાત ઓજસ GSSSB ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
કચેરીકમિશ્નર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી
પોસ્ટમ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-3
જગ્યા60
વય મર્યાદા18થી 33 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ1 સપ્ટેમ્બર 2025
અરજી કરવાની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2025
ક્યાં અરજી કરવી?https://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

GSSSB દ્વારા સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળની કચેરી હસ્તકમાં મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-3 વર્ગ-3 સંવર્ગની કુલ 60 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.જેની વિગતો નીચે પ્રમાણે છે.

કેટેગરીજગ્યા
બિન અનામત(સામાન્ય)34
આર્થિક રીતે નબળા વર્ગ6
અનુ.જાતિ4
અનુ.જન જાતિ5
સા.શૈ.પ.વર્ગ11
કુલ60

Ojas bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓ અથવા સંસ્થામાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ડિગ્રી હોવી જોઈએ.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.

GSSSB બાગાયત નિરીક્ષક ભરતી માટે પગાર

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદાવરોને પહેલા પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹49,600 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹399200 થી ₹1,26,600 (લેવલ-7)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે.

વય મર્યાદા

આ પોસ્ટ ઉપર અરજી કરના ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Web Title: Ojas gsssb bharti 2025 get municipal engineer jobs in gujarat government how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×