scorecardresearch
Premium

ઓજસ નવી ભરતી 2025 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની વધુ એક તક આવી, પોસ્ટ સહિત બધી માહિતી અહીં વાંચો

ojas Bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી| ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાં.

bharti 2025 Gujarat|ભરતી 2025 ગુજરાત| GSSSB Recruitment 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી – photo- freepik

ઓજસ નવી ભરતી 2025 | ojas Bharti 2025| GSSSB Recruitment 2025 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ડિપ્લોમા કરેલા ઉમેદવારો સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આસિસ્ટન્ટ મેનેજરની કુલ 100 જગ્યાઓ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાં.

ઓજસ નવી ભરતી, સરકારી નોકરીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગ મંડળ (GSSSB)
વિભાગમાર્ગ અને મકાન વિભાગ
પોસ્ટઆસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-3
જગ્યા100
વય મર્યાદા18થી 37 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ27-6-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ઓજસ નવી ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પોસ્ટની વગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-3 સંવર્ગની કુલ 100 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેની વિગતે માહિતી નીચે કોષ્ટકમાં છે

કેટેગરીજગ્યા
બિન અનામત41
આર્થિક રીતે નબળા વર્ગ10
અનુ.જાતિ7
અનુ.જન.જાતિ15
સા.શૈ.પ.વર્ગ27

ઓજન નવી ભરતી 2025, શૈક્ષણિક લાયકાત

  • હોટેલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા/ હોટેલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા/ હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી/ હોટેલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજીમાં ડિગ્રી/ હોસ્પિટાલિટી અને હોટેલ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર ડિગ્રી/ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર (હોટેલ મેનેજમેન્ટ અને ટુરિઝમ)/ બેચલર ઓફ આર્ટ્સ (ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશન)/ બેચલર ઓફ સાયન્સ (કેટરિંગ સાયન્સ અને હોટેલ મેનેજમેન્ટ)/ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ (ટૂરિઝમ અને હોટેલ મેનેજમેન્ટ)/ ટુરિઝમ અને હોટેલ મેનેજમેન્ટમાં માસ્ટર્સ (ટૂરિઝમ અને હોટેલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા) અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી જોઈએ
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ
  • હિન્દી અને ગુજરાત અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ.આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારાધોરણ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹ 26,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષના અંતે ઉમેદાવરની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹19,900 થી ₹63,200 (લેવલ-2)ના પગારધોરણમાં નિયમિત નિમણૂંક આપવામાં આવશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું
ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

Web Title: Ojas bharti gsssb recruitment 2025 get assistant manager jobs in gujarat government ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×