scorecardresearch
Premium

NEET UG 2024 માટે અરજી કરવાની છેલ્લી તક, બે દિવસ માટે ઑનલાઇન એપ્લિકેશન વિંડો ખુલ્લી

NEET UG 2024 : NTA એ વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા 2024 માટે અરજી કરવાનો વિકલ્પ ફરીથી ખોલ્યો છે. NTA દ્વારા એક દિવસ પહેલા આ સંબંધમાં સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી હતી.

NEET 2024, NEET UG 2024 Registration, NEET UG 2024
NEET UG 2024 માટે અરજી – ફાઈલ તસવીર – Express photo

NEET UG 2024 પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તક NTA દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. NTA એ વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા 2024 માટે અરજી કરવાનો વિકલ્પ ફરીથી ખોલ્યો છે. 9 એપ્રિલ અને 10 એપ્રિલના રોજ રસ ધરાવતા વિદ્યાર્થીઓ NEET UG 2024 માટે અરજી કરી શકે છે. NTA દ્વારા એક દિવસ પહેલા આ સંબંધમાં સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી હતી. જે ઉમેદવારો ગત વખતે નોંધણી ચૂકી ગયા હતા. તે હવે અરજી કરી શકે છે.

આ પરીક્ષા એમબીબીએસમાં પ્રવેશ આપશે

અરજી કરી શકશે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ જ એમબીબીએસમાં પ્રવેશ માટે લાયક ગણાશે. જે વિદ્યાર્થીઓ અગાઉ નોંધણી કરાવી શક્યા ન હતા તેઓ NTA exams.nta.ac.in/NEET ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આજે અને આવતીકાલે NEET પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ પછી નોંધણી વિન્ડો ખોલવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટીમાં શું ધ્યાન રખાશે? આ ખામીવાળા ઉમેદવારો અયોગ્ય ગણાશે

5મી મેના રોજ પરીક્ષા લેવાશે

NEET UG પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન વિન્ડો 9 એપ્રિલથી 10 એપ્રિલ સુધી રાત્રે 10:50 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તમે આ સમયમર્યાદામાં જ નોંધણી કરાવી શકો છો. આ પછી ફી જમા કરાવવા માટે વધારાનો એક કલાકનો સમય આપવામાં આવ્યો છે. અરજી ફી 10મી એપ્રિલે સવારે 11:50 વાગ્યા સુધી જમા કરાવી શકાશે. તમને જણાવી દઈએ કે પરીક્ષા 5 મેના રોજ બપોરે 2 થી 5:20 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરમાં લેવામાં આવશે જ્યારે વિદેશના 14 શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે.

આ પણ વાંચોઃ- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી : જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટની બમ્પર ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

કેવી રીતે અરજી કરવી?

અરજી કરવા માટે, સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ NTA ની સત્તાવાર વેબસાઇટ neet.ntaonline.in ની મુલાકાત લેવી જોઈએ. આ પછી, જો તમે હજી સુધી નોંધણી કરાવી નથી, તો પહેલા ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. તમારી વિગતો દાખલ કર્યા પછી, તમારી જાતને નોંધણી કરો અને પછી ફરીથી લોગ ઇન કરો. લોગ ઇન કર્યા પછી તમને ફોર્મ મળશે. તે ફોર્મ ભરો અને તમારી ફી સબમિટ કરો. ફી જમા કરાવ્યા બાદ અરજી પ્રક્રિયા પૂર્ણ થશે. ભવિષ્યના સંદર્ભ માટે તમારા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

અરજીની ફી કેટલી છે?

NEET UG પરીક્ષા માટે અરજી કરવાની ફી 1000 રૂપિયાથી શરૂ થાય છે. 1000 રૂપિયાની ફી SC/ST/PWBD/થર્ડ જેન્ડર માટે છે. જ્યારે સામાન્ય શ્રેણીના ભારતીય ઉમેદવારો માટે, નોંધણી ફી રૂ 1,700 છે. જો કે અનામત વર્ગો માટે છૂટછાટ છે. જનરલ-EWS/OBC-NCL માટેની અરજી ફી રૂ 1,600 છે.

Web Title: Neet ug 2024 online application window open for two days medical college admission ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×