scorecardresearch
Premium

હવે વર્ષમાં બે વાર લેવાશે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા? સાયન્સ અને આર્ટસનું મિશ્રણ કરીને નવા કોર્સની થશે રચના, NCFની કેન્દ્રને ભલામણ

NCF Panel Class 12 Board Exam: સૂત્રોએ જણાવ્યું હતું કે, NCF ડોક્યુમેન્ટનો ડ્રાફ્ટ લગભગ તૈયાર છે અને તેને ટૂંક સમયમાં પબ્લિક ફીડબેક માટે અપલોડ કરવામાં આવશે.

NCF panel class 12 board exam twice a year
બે વાર લેવાશે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા

Sourav Roy Barman , Ritika Chopra: નવા શૈક્ષણિક સત્ર 2023-24 માટે ધોરણ 6થી 12 ના વિદ્યાર્થીઓ આ અઠવાડિયે શાળામાં પાછા ફરશે. જો કે,આ વખતે તેઓને 2014માં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ પાઠ્યક્રમમાં સૌથી મોટા બદલાવ જોવા મળશે. આ સાથે હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની પેટર્નમાં પણ બદલાવ થાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર દ્વારા એક નિષ્ણાત પેનલ નિયુક્ત કરવામાં આવી છે. જે ધોરણ 12 માટે વર્ષમાં બે વાર પરીક્ષા અને સેમેસ્ટર પદ્ધિતિની ભલામણ કરે તેવી સંભાવના છે. સાથે જ સાયન્સ અને આર્ટસનું મિશ્રણ કરીને એક નવા કોર્સનું નિર્માણ કરવાની ભલામણ કરે તેવી પણ સંભાવના છે. જેથી સ્કૂલ બોર્ડમાં ધોરણ 11 અને 12માં કલા, વાણિજ્ય અને વિજ્ઞાનને અલગ કરનારી દીવાલને હંમેશા માટે કાઢી શકાય. હવે સવાલ એ છે કે, આખરે કેમ કોર્ષમાં ફેરફેાર તેમજ ધોરણ 12ની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે? જો આ નિર્ણયનો અમલ થશે તો તેની વિધાર્થીઓ પર શું અસર થશે?

ISROના પૂર્વ અધ્યક્ષ ક્સતૂરીરંગનની અધ્યક્ષતા હેઠળ 12 સભ્યોની સંચાલન સમિતિ દ્વારા તૈયાર થનારી ભલામણોને અપનાવ્યા બાદ ધોરણ 9 અને 10ની સરંચનામાં મોટો બદલાવ થશે. જેમાં વિધાર્થીઓને કુલ 8 પેપર પાસ કરવા પડશે. વર્તમાન સમયમાં CBI સહિતના બોર્ડના વિધાર્થીઓએ 10માંથી ઓછામાં ઓછા પાંચ વિષયોમાં ઉતીર્ણ થવું જરૂરી હોય છે. અહીંયા નવાઇની વાત એ છે કે, NCF પેનલ ધોરણ 12 માટે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા અને ધોરણ 10 માટે વર્ષમાં એક જ વાર પરીક્ષા લેવા માટે ભલામણ આપી શકે છે.

હવે ધોરણ 12 માટે બે વાર પરીક્ષા લેવાના ફાયદા અંગે વાત કરીએ તો એવો તર્ક પ્રસ્તુત કરાયો છે કે, જો વર્ષમાં બે વાર પરક્ષાનું આયોજન થશે તો વિધાર્થીઓને અનુભવ થશે કે તે તેના માટે તૈયાર છે. સૂત્રો અનુસાર, નવી શિક્ષણ નીતિ (National Educaion Policy) અંતર્ગત કરાયેલી ભલામણો અનુસાર, સિસ્ટમ ધીમે-ધીમે ઓન ડિમાન્ડ પરીક્ષાઓની સુવિધા તરફ આગળ વધશે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, NCF ડોક્યુમેન્ટનો ડ્રાફ્ટ લગભગ તૈયાર છે અને તેને ટૂંક સમયમાં પબ્લિક ફીડબેક માટે અપલોડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, NCFને છેલ્લીવાર વર્ષ 2005માં કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકાર હેઠળ સંશોધિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: NCERT પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નખાયા: મુઘલ કાળ, ગુજરાત રમખાણ, ગાંધીજીની હત્યા બાદ RSS પર પ્રતિબંધ સાથે જોડાયેલા કેટલાક ભાગ

આ પછી નવી એનસીએફના આધારે NCERT દ્વારા બહાર પાડવામાં આવેલી અને CBI સંલગ્ન શાળાઓમાં પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરવામાં આવશે. જે એનઇપી 2020ના ઢાંચાના આધારે વિષયોની પસંદગી, શિક્ષણની પેટર્ન અને મૂલ્યાંકન સહિત વર્ગખંડના અન્ય પાસાઓનું પુનર્ગઠન થશે. NCF ની સ્ટીયરિંગ કમિટી 11-12 ના વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન 16 ‘પસંદગી આધારિત અભ્યાસક્રમો’ પૂર્ણ કરવા માટે પ્રસ્તાવ મોકલી શકે છે. એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સૈદ્ધાંતિક રીતે વિદ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્ર, ઇતિહાસ અને જો તે ઈચ્છે તો તે ગણિતનો અભ્યાસ કરવા માટે સ્વતંત્ર હશે. (અનુવાદ માનસી ભુવા)

Web Title: Ncf panel class 12 board exam twice a year new course science and arts

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×