scorecardresearch
Premium

Talati Bharti 2025 Gujarat : મહેસૂલ તલાટી ભરતી, ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે? શું છે પદ્ધતિ?

Revenue Talati Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ-3ની કુલ 2389 ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ચાલો જાણીએ આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અને નિમણૂંક કેવી રીતે થાય.

Revenue Talati Recruitment 2025 Selection Process
મહેસૂલ તલાટી ભરતી 2025 પસંદગી પ્રક્રિયા – photo- freepik

Talati Bharti 2025 Gujarat, મહેસૂલ તલાટી ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળ કલેક્ટર કચેરી સ્તકની મહેસૂલ તલાટી વર્ગ-3ની કુલ 2389 ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે 10 જૂન 2025 સુધી ચાલશે. ત્યારબાદ આગામી દિવસોમાં પરીક્ષા પ્રક્રિયા શરુ થશે.

ઉમેદવારોના મનમાં એક પ્રશ્ન થતો હશે કે મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે. ત્યારબાદ સંસ્થા નિમણૂંક કેવી રીતે આપતી હોય છે. તો ચાલો જાણીએ આ ભરતીમાં પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ તેમજ નિમણૂંક આપવા અંગેની માહિતી.

મહેસૂલ તલાટી ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગમહેસૂલ વિભાગ
પોસ્ટમહેસૂલ તલાટી
જગ્યા2389
વયમર્યાદા20થી 35 વર્ષ વચ્ચે
અરજી કરવાની શરુઆતની તારીખ26-5-2025
અરજી કરવાની છેલ્લી તારીખ10-6-2025
અરજી ક્યાં કરવીhttps://ojas.gujarat.gov.in

પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ

  • 1- મંડળ દ્વારા બી તબક્કાની મુખ્ય પરીક્ષાના પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે લાયક ઠરેલા ઉમેદવારોના ન્યુનતમ ગુણવત્તા ધોરણો (Qualifying standard) જાળવીને કૂલ ગુણના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે
  • 2- પ્રોવિઝનલ મેરીટ યાદીના બે ગણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ પણ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગીયાદી અને પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં માટે જરૂરી સંખ્યાના ઉમેદરો ન મળવાના સંજોગોમાં જરૂર મુજબના પ્રોવિઝનલ મેરીટ યાદી પરના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.
  • 3- ત્યાર બાદ ઉમેદવારોએ મેળવેલા ગુણને ધ્યાને લઈને મેરીટ અનુસાર કેટેગરી મુજબ જગ્યાઓ ધ્યાને લઈ પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • 4- સીધી ભરતીની જગ્યા ખાલી ન રહેવા પામે તે હેતુથી કેટેગરી પ્રમાણે પ્રતિક્ષાયાદી બનાવવાની રહેતી હોઈ મહેસૂલ વિભાગના તા.22-5-2025ના જાહેરનામાં ક્રમામક GM/2025/114/12256/N-PF-1થી નિયત થયેલ જોગવાઈ તથા સામાન્ય વહીવટ વિભાગના27-7-2018 ના ઠરાવ ક્રમાંકઃ પીએસસી-1089-3910-ગ-2ની જોગવાઈઓ ધ્યાને લઈ ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના મેરીટ્સ આધારે કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાની વિગતો ધ્યાને લઈ પસંદગી યાદી અને લાગુ પડતા કિસ્સામાં પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

નોટિફિકેશન

ઉમેદવારોની નિમણૂક કેવી રીતે અપાય?

  • જાહેરાત સંબંધમાં પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક માટે સરકારના મહેસૂલ વિભાગને મંડળ દ્વારા ભલામણ કરવામાં આવશે.
  • ઉમેદવારને નિમણૂક માટે Merit Number ને ધ્યાનમાં રાખી વિચારણા કરવામાં આવશે. મંડળ દ્વારા લેવાનાર સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉત્તીર્ણ થવાની જ ઉમેદવારને નિમણૂક માટેનો હક્ક મળી જતો નથી. નિમણૂક સમયે નિમણૂક સત્તાધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદારને નિમણૂક આપવામાં આવશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • પસંદી પામેલા ઉમેદવાર, નિમણૂક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધિન નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • નિમણૂક પામેલા ઉમેદવારે સરકારના નિયમો મુજબની તાલીમ લેવી પડશે અને તાલીમ પરીક્ષા પાસ કરવાની રહેશે.
  • નિમણૂક અંગેની સઘળી કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવીત હોય આ અંગેનો પત્ર વ્યવહાર મંડળ ખાતે કરવાનો રહેશે નહીં.

Web Title: Mahesul talati bharti 2025 selection process for to appoint candidate under gsssb recruitment ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×