scorecardresearch
Premium

LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, હવે ફિઝિકલ પરીક્ષાના માર્ક્સ નહીં ગણાય

100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે, પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત

LRD recruitment exam, LRD exam
LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર

Gujarat Police : રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. દોડના કોઈ ગુણ રહેશે નહીં.

શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યુ છે. શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

આ પણ વાંચો – કરોડોનો કાળો કારોબાર, મોદી સરકાર કેમ કડક થઈ? જાણો આ કાયદાની સંપૂર્ણ વિગતો

આ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ મળશે

પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં હવે ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્ષના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

એક વર્ષ માટે 3 ગુણ, બે વર્ષ માટે 5 ગુણ, ત્રણ વર્ષ માટે 8 ગુણ અને ચાર કે તેથી વધુ વર્ષ માટે 10 ગુણ આપવામાં આવશે. આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

Web Title: Lrd recruitment exam pattern change physical exam marks will not count ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×