JMC Recruitment 2025, જામનગર મહાનગરપાલિકા ભરતી : જામનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે જામનગરના આંગણે જ બમ્પર નોકરીઓ આપી ગઈ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર પ્રિવેન્સન વિંગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 27 જાન્યુઆરી 2025 બપોરથી જ શરૂ થઈ ગઈ છે. જે 17 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.
જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
જામનગર મહાનગરપાલિકા ભરતીની અગત્યની માહિતી
સંસ્થા | જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) |
વિભાગ | ફાયર પ્રિવેન્સન વિંગ |
પોસ્ટ | ક્લાર્કથી લઈને ડે.ચીફ ફાયર ઓફિસર સુધી |
જગ્યા | 21 |
વયમર્યાદા | વિવિધ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર | 1 |
ડીવીઝનલ ફાયર ઓફિસર | 2 |
સ્ટેશન ફાયર ઓફિસર | 4 |
એડમિનિસ્ટ્રેટીવ મેનેજર | 1 |
લીગલ આસિસ્ટન્ટ | 1 |
ફાયર ટેક્નીશીયન | 8 |
ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર | 4 |
કુલ | 21 |
શૈક્ષણિક લાયકાત
જામનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
વય મર્યાદા
ફાયર વિભાગમાં બહાર પડેલી વિવિધ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત અનામત વર્ષના ઉમદેવારો માટે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર | ₹ 53,100 – ₹ 1,67,800 |
ડીવીઝનલ ફાયર ઓફિસર | ₹ 44,900 – ₹ 1,42,400 |
સ્ટેશન ફાયર ઓફિસર | ₹ 39,900 – ₹ 1,26,600 |
એડમિનિસ્ટ્રેટીવ મેનેજર | ₹ 44,900 – ₹ 1,42,400 |
લીગલ આસિસ્ટન્ટ | ₹ 39,900 – ₹ 1,26,600 |
ફાયર ટેક્નીશીયન | ₹ 19,900 – ₹63,200 |
ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર | ₹ 19,900 – ₹63,200 |
ફી
- ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.
- સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી 1000 રૂપિયા રહેશે.
- તમામ મહિલા ઉમેદવાર, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 500 રૂપિયા ભરવાની રહેશે
- ઉમેદવારોએ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરાવવાની રહેશે.
અરજી કેવી રીતે કરવી
- જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસ ગુજરાતની https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.