JMC Recruitment 2024, જામનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવ્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં બહાર પેડલી જુનિયર ક્લાર્ક, કમ્પ્યુટર ઓપરેટ સહિતની વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી. ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 જુલાઈ 2024ના રોજ શરુ થાય એ પહેલા સંસ્થા દ્વારા ટેકનિકલ કારણોને આગળ ધરીને ભરતી રદ કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા ભરતી થઈ કેન્સલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક, કમ્પ્યુટર ઓપરેટથી લઈને અધિક મદદનીશ ઈજનેર જેવી વિવિધ પોસ્ટની 142 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. જોકે, જામનગર મહાનગરપાલિકા દ્વારા 30 જૂન 2024ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને આ ભરતીને રદ કરવાની જાહેરાત કરી હતી.
નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ (સિવિલ, મીકેનીકલ, ઈલેક્ટ્રીક) અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટરનાં જાહેરાત ક્રમાંક 01થી 04/2024-25 જેની જાહેરાત નં.જેએમસી/પી.આર.ઓ/03/14/2024-25 તા.28/06/2024 મુજબની જાહેરાત વર્તમાનપત્રો અને જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર તેમજ ઓજસ પોર્ટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ. ઉપરોક્ત જાહેરાત ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવે છે. આની સંબંધિત તમામ ઉમેદાવરોએ નોંધ લેવી.
જામનગર મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થા | જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) |
| પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તેમજ વિવિધ જગ્યાઓ |
| કુલ જગ્યાઓ | 142 |
| ભરતીનું સ્ટેટસ | કેન્સલ (રદ્દ) |
| સત્તાવાર વેબસાઇટ | https://www.mcjamnagar.com/ |
જામનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટ અંગે વિગતે માહિતી
| પોસ્ટ | ખાલી જગ્યા |
| અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) | 70 |
| અધિક મદદનીશ ઈજનર (મિકેનિકલ) | 02 |
| અધિક મદદનીશ ઈજનેર (ઈલેક્ટ્રીકલ) | 03 |
| જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર | 67 |
| કુલ | 142 |
નોટિફિકેશન
આ પણ વાંચો
- સુરત મહાનગરપાલિકા ભરતી: ફાયર ખાતામાં લાખેણી સેલેરી વાળી નોકરી માટે ઉત્તમ તક, અહીં વાંચો બધી જ માહિતી
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી, ફાયર અને ઇમરજન્સી વિભાગમાં નોકરી, ₹ 2 લાખ સુધીનો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી કૂલ 142 જગ્યાઓની ભરતી ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. ભરતી રદ થવાના કારણે ઉમેદવારો નિરાશા વ્યાપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.