scorecardresearch
Premium

યુ-ટ્યુબથી UPSC ના પાઠ ભણ્યા, 17મો રેન્ક મેળવી કલેક્ટર બની

Success story: જમશેદપુરની સ્વાતિ શર્માએ યુપીએસસી 2023 ની પરીક્ષામાં 17 મો ક્રમ મેળવીને રાજ્યને ગૌરવ અપાવ્યું હતું. તેમણે માત્ર ઝારખંડમાં જ ટોચનું સ્થાન નથી મેળવ્યું પરંતુ દેશભરમાં સફળતાનો ઝંડો પણ લહેરાવ્યો હતો.

IAS, UPSC, UPSC, Success Story, Swati Sharma
સ્વાતિ શર્માની સફળતાની કહાની (તસવીર: સોશિયલ મીડિયા)

Success story: સ્વાતિ શર્માની સફળતાની કહાની: રાજસ્થાન સરકારે સોમવારે વિવિધ જિલ્લાઓમાં આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ACM)ના પદ પર 13 ભારતીય પ્રશાસનિક સેવા (IAS)ના તાલીમાર્થી અધિકારીઓની નિમણૂંક કરવાના આદેશ જારી કર્યા છે.

સ્વાતિ પોતાની સફળતાનો શ્રેય યુટ્યુબ વીડિયો અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને આપે છે, જેની મદદથી તે આ પદ સુધી પહોંચી શકી હતી. ચાલો આપણે સ્વાતિની સફર પર એક નજર કરીએ કે તે કેવી રીતે સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શનના આધારે સફળ થઈ.

યુપીએસસીમાં 17મો રેન્ક મેળવ્યો

જમશેદપુરની સ્વાતિ શર્માએ યુપીએસસી 2023 ની પરીક્ષામાં 17 મો ક્રમ મેળવીને રાજ્યને ગૌરવ અપાવ્યું હતું. તેમણે માત્ર ઝારખંડમાં જ ટોચનું સ્થાન નથી મેળવ્યું પરંતુ દેશભરમાં સફળતાનો ઝંડો પણ લહેરાવ્યો હતો. સ્વાતિની આ યાત્રા ખાસ કરીને વહીવટી સેવામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત રહી છે.

બાળપણથી જ લશ્કરી વાતાવરણમાં શિક્ષણ

સ્વાતિ શર્માના પિતા સંજય શર્મા ભારતીય સેનામાં હતા. જેના કારણે તેનું બાળપણ અનેક અલગ-અલગ શહેરોમાં વીત્યું હતું. સ્વાતિએ પ્રારંભિક શિક્ષણ કોલકાતાની આર્મી સ્કૂલમાં કર્યું હતું અને બાદમાં જમશેદપુરની ટાગોર એકેડેમીમાંથી ધોરણ 12 પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેણે જમશેદપુર મહિલા કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

આ પણ વાંચો: એક સામાન્ય ભરવાડથી સફળ ડેરી ઉદ્યોગસાહસિક સુધીની સફર, મહિને લાખો રૂપિયાની કમાણી

યુ ટ્યુબ અને કોચિંગ સંસ્થાઓ યુપીએસસીની તૈયારી કરી

સ્વાતિએ યુપીએસસીની પરીક્ષામાં સફળ થવા માટે ત્રણ વખત પ્રયાસ કર્યા હતા. તે પોતાના ત્રીજા પ્રયાસમાં સફળ થઈ. તેણે દિલ્હીના કરોલ બાગમાં દોઢ વર્ષ સુધી તૈયારી કરી હતી. સ્વાતિએ મુખ્યત્વે જાતે જ અભ્યાસ કર્યો હતો અને માત્ર મોક ટેસ્ટ માટે કોચિંગ ક્લાસ પર આધાર રાખ્યો હતો. યુટ્યુબ વીડિયોએ પણ તેને તૈયાર કરવામાં મદદ કરી હતી.

સફળતાનો શ્રેય માતા-પિતાને આપ્યો

સ્વાતિનું માનવું છે કે તેના માતા-પિતાના આશીર્વાદ અને ટેકો તેની સફળતાનું સૌથી મોટું કારણ છે. તે ઇચ્છે છે કે વધુ મહિલાઓ સિવિલ સર્વિસમાં જોડાય અને સમુદાયની સેવા કરે.

સ્વાતિ શર્માની આ સફળતા તેના પરિવાર માટે ગર્વની વાત તો છે જ પરંતુ સાથે-સાથે તમામ યુવાનો માટે પ્રેરણારૂપ પણ રહી છે. તેણે બતાવ્યું છે કે, સખત મહેનત અને પ્રયત્નથી યોગ્ય દિશામાં જે કંઈ પણ મુશ્કેલ લાગે છે તે પ્રાપ્ત કરી શકાય છે.

બીકાનેરમાં પ્રથમ નિયુક્તિ

યુપીએસસીમાં ટોચનું સ્થાન મેળવ્યા બાદ સ્વાતિ શર્માને સૌ પ્રથમ રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ તેમની વહીવટી સેવાની નવી શરૂઆત છે, જ્યાં તેઓ સામાન્ય લોકોની સેવા કરવા અને સુશાસન પ્રદાન કરવા માટે કામ કરશે.

Web Title: Jharkhand upsc topper swati sharma success story rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×