scorecardresearch
Premium

JEE Main Result 2025 Out : JEE મેઈન પરિણામ જાહેર, ગુજરાતના બે સહિત 24 વિદ્યાર્થીઓને 100 પર્સન્ટાઈલ, કેવી રીતે જોવું રિઝલર્ટ

JEE Mains 2025 Result and answer key link : NTA આજે ફરીથી આન્સર કી જાહેર કરી શકે છે અને પરિણામ 19 એપ્રિલે જાહેર કરવામાં કરવામાં આવી છે. JEE મુખ્ય સત્ર એક અને બીજા સત્રની પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.

JEE Mains 2025 Result and answer key link
JEE મેઈન પરિણામ અને આન્સર કી જાહેર – photo- jee website

JEE Main Result 2025 Out : NTA એ ગુરુવારે JEE મુખ્ય સત્ર 2 ની અંતિમ આન્સર કી બહાર પાડી હતી, પરંતુ 2 થી 2.5 કલાક પછી, એજન્સીએ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પરથી તે આન્સર કી હટાવી દીધી હતી. NTA આજે ફરીથી આન્સર કી જાહેર કરી શકે છે અને પરિણામ 19 એપ્રિલે જાહેર કરવામાં કરવામાં આવી છે. JEE મુખ્ય સત્ર એક અને બીજા સત્રની પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જેમાં ગુજરાતમાં શિવેન વિકાસ તોસનીવાલ અને આદિત પ્રકાશ ભાગડેએ 100 પર્સન્ટાઈલ રેન્ક મેળવીને ટોપ કર્યું હતું.

24 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે

JEE મુખ્ય સત્ર 2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સત્ર 2 ની પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેઓના નામ નીચે મુજબ છે.

  • એમડી અનસ
  • આયુષ સિંઘલ
  • આર્કિશમેન નંદી
  • દેવદત્ત માઝી
  • આયુષ રવિ ચૌધરી
  • લક્ષ્ય શર્મા
  • કુશાગ્ર ગુપ્તા
  • હર્ષ એ ગુપ્તા
  • અદિત પ્રકાશ ભગડે
  • કાર્યક્ષમ
  • કઠોર ઝા
  • રજિત ગુપ્તા
  • શ્રેયસ લોહિયા
  • સક્ષમ જિંદાલ
  • સૌરવ
  • વંગાલા અજય રેડ્ડી
  • સાનિધ્ય સરાફ
  • વિષાદ જૈન
  • અર્ણવ સિંહ
  • શિવેન વિકાસ તોશનીવાલ
  • કુશાગ્ર બૃગાહા
  • સાઈ મનોગ્ના ગુઠીકોંડા
  • ઓમ પ્રકાશ બેહેરા
  • બાની બ્રતા માજી

શ્રેણી મુજબ કટઓફ જુઓ?

શ્રેણીકટઓફ
સામાન્ય93.1023262
EWS80.3830119
OBC79.4313582
SC61.152693
ST47.9026465
વિકલાંગ0.0079349

જેઇઇ મેઇનનું ફાઇનલ રિઝલ્ટ બહાર પડ્યું, ડાયરેક્ટ લિંક સાથે અહીં તપાસો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ JEE મુખ્ય સત્ર 2 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.

JEE મેઈનનું પરિણામ 19 એપ્રિલે

JEE મુખ્ય સત્ર 2 પરીક્ષાનું પરિણામ 19મી એપ્રિલે જાહેર કરવામાં આવશે. જોકે, NTAએ પરિણામનો ચોક્કસ સમય જાહેર કર્યો નથી. અગાઉ, NTA એ શુક્રવાર (18 એપ્રિલ) ના રોજ કોઈ ફેરફાર કર્યા વિના અંતિમ આન્સર કી ફરીથી રીલીઝ કરી હતી.

જેઇઇ મેઇનની પરીક્ષા આ તારીખોએ લેવામાં આવી હતી

JEE મુખ્ય સત્ર 2 ની પરીક્ષા પેપર 1 (B.E./B.Tech) માટે એપ્રિલ 2, 3, 4, 7 અને 8, 2025 ના રોજ અને 9 એપ્રિલ, 2025 ના રોજ પેપર 2A (B. આર્ક.) અને પેપર 2B (B. પ્લાનિંગ) માટે લેવામાં આવી હતી.

JEE મેઈન ફાઈનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • આ માટે, ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in ની મુલાકાત લેવી જોઈએ.
  • વેબસાઈટના હોમ પેજ પર તાજા સમાચાર વિભાગમાં JEE(મેઈન) 2025 સત્ર-2 [પેપર-1(B.E./ B.Tech)] માટે ફાઈનલ આન્સર કીઝ પર ક્લિક કરો.
  • હવે ફરી એકવાર અંતિમ જવાબ કી સાથે સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • હવે અંતિમ આન્સર શીટ PDF ફોર્મેટમાં ખુલશે.
  • તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.

JEE મેઈન ફાઈનલ આન્સર કી ફરીથી રિલીઝ થઈ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ ફરીથી JEE મેઈન સેશન 2 ની ફાઈનલ આન્સર કી બહાર પાડી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ આન્સર કીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ આન્સર કીમાં પણ NTAએ માત્ર બે જ પ્રશ્નો મુક્યા છે. NTA એ ગઈકાલે (17 એપ્રિલ) વેબસાઈટ પર આ જ આન્સર કી પણ અપલોડ કરી હતી અને લગભગ અઢી કલાક પછી ફાઈનલ આન્સર કી કાઢી નાખવામાં આવી હતી.

Web Title: Jee main result and answer key declared 24 students including two from gujarat got 100 percentile how to view result ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×