scorecardresearch
Premium

Krishna Janmashtam: કૃષ્ણ જન્માષ્ટમી પર ગીતાના 5 ઉપદેશ વિદ્યાર્થીઓ ગાંઠ બાંધી લે, ક્યારેય નિષ્ફળ નહીં થાય

Janmashtami Krishna Geeta Updesh: જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણે અર્જૂનને આપેલા ગીતાના 5 ઉપદેશ વ્યક્તિને વિદ્યાર્થી જીવન ઉપરાંત દરેક ક્ષેત્રમાં કામ લાગે છે.

mahabharat | mahabharat war | mahabharat yuddha | Krishna mahabharat geeta | krishna mahabharat geeta gyan | geeta updesh
Krishna Mahabharat Geeta Gyan: શ્રીકૃષ્ણે અર્જૂનને મહાભારત યુદ્ધમાં ગીતા ઉપદેશ આપ્યો હતો. (Photo: Social Media)

Janmashtami Krishna Geeta Updesh: કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ભગવાન શ્રી કૃષ્ણ 64 કળામાં પારંગત હતા. કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ઉપદેશ પોતાના જીવનમાં અનુસરી શકે છે, આમ કરવાથી તેમને ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો નહીં પડે.

હકીકતમાં તહેવારને લઇ વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. કૃષ્ણ જન્માષ્ટમી પર વરઘોડો કાઢવામાં આવે છે, નાના બાળકોને શ્રી કૃષ્ણનો પોશાક પહેરાવવામાં આવે છે. તો નાની છોકરીઓ રાધા રાણી બને છે. દરેક મંદિર અને સોસાયટીમાં કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર ઉજવાય છે.

મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ ના અમૂલ્ય ઉપદેશ :

કર્મ કરો, ફળની ચિંતા ન કરો

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, આપણે આપણા કર્તવ્યનું પાલન કરવું જોઈએ, પરિણામની ચિંતા ન કરવી જોઈએ.

જીવનમાં સંતુલન જાળવી રાખો

ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે, જીવનમાં સંતુલન જાળવવું જરૂરી છે, કોઈ એક વાત પર વધારે ધ્યાન ન આપવું.

તમારા ધ્યેય પર ધ્યાન આપો

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેવું મહત્વપૂર્ણ છે.

ડરશો નહીં, હિંમત ન રાખો

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ડરવાથી કંઇ થતું નથી, હિંમતવાન બનવું અને પડકારોનો સામનો કરવો જરૂરી છે.

આ પણ વાંચો | બાળકનું નામ ભગવાન પર રાખવું જોઇએ કે નહીં? પ્રેમાનંદ જી મહારાજ પાસેથી જાણો

જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરો

ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે આપણું જીવન સુધારી શકીએ છીએ.

આ ઉપદેશોને અપનાવીને, વિદ્યાર્થીઓ તેમના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, તેઓ ક્યારેય નિષ્ફળ જશે નહીં.

Web Title: Janmashtam krishna mahabharat geeta short speech quotes for students life as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×