ISRO Vacancy 2024 Assistant Post Qualification, Salary And All Details : ઈસરોમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ભારતની અવકાશ સંશોધન સંસ્થા છે. ઈસરો દ્વારા 16 આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ પદ પર ભરતી કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઈસરોના સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાણો ઈસરોની આ નોકરી માટે શૌક્ષણિક લાયકાત, પગાર અને અરજી કરવાની છેલ્લી
ISRO Recruitment 2024 : ઉમેદવારની શૈક્ષણિક લાયકાત
ઈસરો દ્વારા સ્ટેનગ્રોફરની સ્કીલ ધરાવતા 16 આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ પદ પર ભરતી કરવામાં આવશે. ઈસરો ભરતી 2024ની સત્તાવાર સૂચના અનુસાર અરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જોઇએ
ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા 10-પોઇન્ટ સ્કેલ પર ઓછામાં ઓછા 60% માર્ક્સ અથવા 6.32 ના CGPA સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
ઉમેદવારો પાસે સ્ટેનોગ્રાફર/ સ્ટેનોગ્રાફર તરીકેનો ઓછામાં ઓછો 01 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ISRO Recruitment 2024 : ઉમેદવારની વય મર્યાદા
ઈસરોની આ ભરતી માટે અરજી કરનારની ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
ISRO Recruitment 2024 : ઉમેદવારની પસંદગી પ્રક્રિયા
ઈસરો ભરતી 2024 ના સત્તાવાર નોટિફિકેશન અનુસાર, ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા + સ્કીલ ટેસ્ટ (કમ્પ્યુટર સાક્ષરતા કસોટી) ના આધારે કરવામાં આવશે.
ISRO Recruitment 2024 : પગાર ધોરણ
ઈસરો ભરતી 2024ના સત્તાવાર પરિપત્રમાં જણાવ્યા મુજબ , પસંદ કરાયેલા અરજદારોને પે મેટ્રિક્સ લેવલ-04 (રૂ. 25500 થી 81100) અનુસાર માસિક પગાર મળશે. તેમને દર મહિને રૂ. 25500 લઘુત્તમ બેઝિક સેલેરી ચૂકવવામાં આવશે .
આ પણ વાંચો | સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, ₹92,000 સુધી પગાર
ISRO Recruitment 2024 : અરજી કરવાની છેલ્લી તારીખ
ઈસરો ભરતી 2024 અનુસાર આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની આ નોકરી માટે ઉમેદવારોએ ઈસરોના સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લ તારીખ 15 એપ્રિલ, 2024 છે.