scorecardresearch
Premium

ભાષામાંથી ભવિષ્ય બનાવતા દુભાષિયા

career – દુભાષિયા બનવા માટે અરજદારે ઓછામાં ઓછી બે ભાષાઓનું યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે. એની સાથે અંગ્રેજી ઉપર પણ સારી પકડ ઉમેદવારીને મજબૂત બનાવી દે છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

દેશોમાં આંતરિક રાજકીય સંબંધ પણ પહેલાની સરખામણીમાં ઘણા મહત્વપૂર્ણ થઇ ગયા છે. આ કારણે પૂર્વની સરખામણીમાં એક જ દેશમાં એકથી વધુ ઉચ્ચાયોગ સ્થાપિત કરવાની બાબતમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓ પણ અહીં પ્રવેશ માટે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષે છે.

આ સિવાય બીપીઓ અને કેપીઓના ક્ષેત્રમાં હાલ પણ વિસ્તરણ હજુ ચાલુ છે. આ બધાને એવા લોકોની જરૂર પડે જે “મૂળ દેશ”ની સાથે સાથે “લક્ષિત દેશ કે વિસ્તાર”ની ભાષામાં મજબૂત પકડ રાખતા હોય. એનો હેતુ પોતાના ટાર્ગેટ ઓડીએન્સની શંકાઓનું તેમની પોતાની ભાષામાં સમાધાન ઉપલબ્ધ કરવા થાય છે. આ સિવાય પણ તમામ અન્ય વિસ્તાર છે જેમાં મોટી સંખ્યામાં ઈન્ટરપ્રેટર્સની જરૂર પડે છે. આ પ્રકારે ઈન્ટરપ્રેટર્સ માટે ભવિષ્યમાં સરકારી અને ગેરસરકારી બંને વિસ્તારમાં રોજગારના વ્યાપક અવસર છે.

દુભાષિયા બનવા માટે અરજદારે ઓછામાં ઓછી બે ભાષાઓનું યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે. એની સાથે અંગ્રેજી ઉપર પણ સારી પકડ ઉમેદવારીને મજબૂત બનાવી દે છે. એના માટે વિદ્યાર્થી 12મા પછી વિદેશી ભાષામાં ગ્રેજ્યુએશન અને પછી વિદેશી ભાષામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકાય છે. આ અભ્યાસક્રમ પછી ઘણા વિશ્વ વિદ્યાલયથી પીએચડી કરવાની તકો પણ ઉપલબ્ધ છે. જો કે કોઈ પણ વિષય પર ગ્રેજ્યુએશન કાર્ય પછી રસની ભાષામાં ડિપ્લોમા પણ કરી શકાય છે. ઘણા દેશોમાં દુતાવાસ પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે

આ ક્ષેત્રમાં મળશે કામ

દુભાષિયા કે અનુવાદક માટે કામની કોઈ કમી નથી. તેઓ તેમાં પાર્ટ-ટાઈમથી લઈને ફુલ ટાઈમમાં કારકિર્દી બનાવી શકે છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય, વિત્ત અને વાણિજ્ય મંત્રાલય, વિભિન્ન દૂતાવાસો, વિદેશી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયો, સર્વેક્ષણ કંપનીઓ વગેરેમાં આવા લોકોની ઘણી માંગ છે. સારા વેતન વળી નોકરી પણ વિદેશમાં મળી જાય છે.

આ સિવાય દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, સમાચાર અજેન્સીઓ અને પ્રાઇવેટ TV ચેનલોમાં વિદેશ સંવાદદાતા કામ કરવાનો વિકલ્પ પણ હોય છે. ભારતની સાથે વિશિષ્ટ સંબંધો ધરાવતા દેશોની ભાષા જેમાં ચાઈનીઝ, અરેબિક, રશિયન, જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ, હિબ્રુ વગેરે પસંદગીની તકોમાં નોંધપાત્ર વધારો કરે છે.

આ પણ વાંચો – GPSC દ્વારા હિસાબી અધિકારી, નિવાસી શાળા આચાર્ય, કાર્યપાલક ઇજનેર સહિતની ભરતી, કેવી રહેશે પસંદગી પ્રક્રિયા?

આ રીતે કરો શરૂઆત

અભ્યાસક્રમ દરમિયાન કે તો ભણવાનું પૂરું કરી ચૂકેલા યુવા તેમની વિશિષ્ટતા વાળી ભાષા કે દેશ એટલે કે તે ભાષા જે દેશમાં બોલાય છે, એ દેશના દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. ત્યાં સમયાંતરે પર વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થાય છે અને વિદ્યાર્થીઓને સ્વયંસેવક કાર્ય કરવાની તક મળી શકે છે. આ સિવાય નાના અનુવાદો, વોઈસ ઓવર વગેરેનું પેમેન્ટ આધારિત કામ મેળવી શકાય છે.

સ્થાનિક ભાષા પ્રશિક્ષણ સંસ્થાઓમાં પાર્ટ-ટાઇમ પ્રશિક્ષક તરીકે પણ કામ કરી શકે છે. એકવાર ભાષામાં નિપુણતા પ્રાપ્ત થઈ જાય અને થોડો સંપર્ક સ્થાપિત થઈ જાય, આગળનો માર્ગ સરળ બની જાય છે.

પગાર ધોરણ

ભાષામાં નિપુણતા પછી તમારું પોતાનું કામ શરૂ કરી શકો છો અને દૂતાવાસોનો સંપર્ક કરીને તમે ઘરે બેઠા મહિને 30-40 હજાર રૂપિયા કમાઈ શકો છો. આ ઉપરાંત, સંસ્થા અથવા વિભાગમાં પૂર્ણ સમયની નોકરી અમર્યાદિત શક્યતાઓ સાથે આવે છે અને અનુભવ સાથે આવકમાં વધારો થાય છે.

અહીંથી અભ્યાસ કરો

દિલ્હી વિશ્વનવિદ્યાલય, નવી દિલ્હી, જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય, નવી દિલ્હી, કાશી હિંદુ વિશ્વ વિદ્યાલય, બનારસ, રવિન્દ્રનાથ ટાગોર વિશ્વ વિદ્યાલય, કોલકતા, હૈદરાબાદ વિશ્વવિદ્યાલય, હૈદરાબાદ, પૂણે વિશ્વ વિદ્યાલય, પૂણે, મુંબઈ વિશ્વ વિદ્યાલય, મુંબઈ, એમિટી વિશ્વ વિદ્યાલય, મુંબઈ, રેવા વિશ્વ વિદ્યાલય, બેંગ્લુરુ, IITM, ગોવિંદગઢ, મણિપાલ વિશ્વવિદ્યાલય, મણિપાલ

  • અવિનાશ ચંદ્રા (લોકનીતિના જાણકાર)

Web Title: Interpreter language education career

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×