JEE Advanced Result 2023 Declared : ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગુવાહાટીએ જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં ઉપસ્થિત થયેલા વિદ્યાર્થી આઇઆઇટી જેઇઇ એડવાન્સની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઇને પરિણામ ચેક કરી શકે છે. હૈદરાબાદ ઝોનના કે વવિલા ચિદવિલાસ રેડ્ડીએ આઇઆઈટી એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ- મહિલા ઉમેદાવોરમાં પહેલો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે IIT ગુવાહાટી દ્વારા આયોજીત પરીક્ષામાં રેડ્ડીએ 360 ગુણમાંથી 341 ગુણનો સ્કોર પ્રાપ્ત કર્યો છે. મહિલા ઉમેદવારોમાં આઇઆઇટી હૈદરાબાદ ઝોનની નયકાંતિ નાગા ભવ્ય શ્રીએ 298 અંકો સાથે ટોપ કર્યું છે.
આઇઆઇચી ગુવાહાટીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કુલ 1,89,372 વિદ્યાર્થીઓએ IIT-JEE એડવાન્સમાં બંને પેપર માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 43, 773 ઉમેદવાર ક્વોલિફાઇડ થયા છે. ક્વોલિફાયરમાં 36,204 વિદ્યાર્થી છે જ્યારે 7,509 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય ચે.
આઇઆઇટી જેઇઇ એડવાન્સ 2023માં ક્વોલીફાઇડ થયેલા ઉમેદવારો હવે દેશભરની એન્જીનિયરિંગ કોલેજોમાં રેંક અને સ્કોરના આધારે એડમિશન લઇ શકશે. વિદ્યાર્થીઓ નીચે આપેલા સ્પેપ્સની મદદથી પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જ્વોઇટ સીટ અલોટમેન્ટ પ્રોસેસ 19 જૂનથી શરુ થશે.
JEE Advanced Result 2023ના ટોપ ટેન ટોપર્સ
નંબર | નામ | ઝોન |
1 | વાવિલાલા ચિડવિલાસ રેડ્ડી | IIT હૈદરાબાદ |
2 | રમેશ સુર્યા રેજા | IIT હૈદરાબાદ |
3 | રિશિ કેલરા | IIT રૂરકી |
4 | રાઘવ ગોયલ | IIT રૂરકી |
5 | આડાગાડા વેનકાટા સિવારામ | IIT હૈદરાબાદ |
6 | પ્રભાવ ખંડેલવાલ | IIT દિલ્હી |
7 | બિક્કીના અભિનવ ચોવધરી | IIT હૈદરાબાદ |
8 | મલય કેડિયા | IIT દિલ્હી |
9 | નાગીરેડ્ડી બાલાજી રેડ્ડી | IIT હૈદરાબાદ |
10 | યાક્કાન્તીપત વેનકાટા મનીનધાર રેડ્ડી | IIT હૈદરાબાદ |
આ પણ વાંચોઃ- ગુજરાતઃ જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામો જાહેર, આ વેબસાઇટ પર તપાસો તમારું પરિણામ
JEE Advanced Result 2023 ચેક કરવા માટે આટલું કરો
1- બેવસાઇટ jeeadv.ac.in પર જાઓ
2- હોમપેજ પર જેઇઇ એડવાન્સ રિઝલ્ટ લિંક પર ક્લિક રો
3 – પોતાના લોગિન ક્રેડેંશિયલ સબમિટ કરો
4- પોતાના રિઝલ્ટ સ્ક્રીન પર જાઓ, અને ડાઉનલોડ કરો
5- પોતાના રિઝલ્ટની એક પ્રિન્ટ આઉટ જરૂર લેવી