scorecardresearch
Premium

IIT JAM Registration 2024 : આઈઆઈટી જામ રજીસ્ટ્રેશન 2024, ફી સાથે જાણો બધી જ માહિતી, આવી રીતે કરો રજીસ્ટ્રેશન

IIT JAM Registration 2024 : વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ફોર્મ ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે કારણ કે છેલ્લી તારીખ પછી તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં.

IIT JAM Registration Date 2024: આઈઆઈટી જામ રજીસ્ટ્રેશન 2024
IIT JAM Registration 2024:આઈઆઈટી જામ રજીસ્ટ્રેશન 2024 photo – Social media

​​IIT JAM Registration 2024 , Registration Date Extended: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસે IIT JAM રજિસ્ટ્રેશન 2024 માટેની છેલ્લી તારીખ લંબાવી છે. જે વિદ્યાર્થીઓ છેલ્લા દિવસ સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેઓ હવે 29 એપ્રિલ 2024 સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. નોંધણી કરવા માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ jam.iitm.ac.in પર જવું પડશે. ઓફર કરેલા માસ્ટર અને પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે IIT દ્વારા આ પરીક્ષા લેવામાં આવી રહી છે.

IIT JAM 2024 નોંધણીમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ 750 રૂપિયાની અરજી ફી જમા કરવાની રહેશે. આ સિવાય વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ફોર્મ ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે કારણ કે છેલ્લી તારીખ પછી તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. વિદ્યાર્થીઓએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ બે વાર નોંધણી કરાવવી જોઈએ નહીં કારણ કે આમ કરવાથી તેમની બંને અરજીઓ નકારી કાઢવામાં આવશે.

IIT JAM Registration 2024 : 300 સીટો પર નિયુક્ત

આઈઆઈટી જોઈન્ટ એડમિશન ટેસ્ટ ફોર માસ્ટર્સ થકી 2024-2025 માટે 21 આઈઆઈટમાં 89 સ્નાતકોત્તર કાર્યક્રમોમાં 3000 સીટો ઉપર ભરતી થશે. ઉમેદવારોએ નીચે આપેલા પગલાંની મદદથી રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકે છે.

આ પણ વાંચોઃ- UPSC Exam Calendar 2025: યુપીએસસી પરીક્ષા 2025 કેલેન્ડર જાહેર, અહીં જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે?

​​IIT JAM Registration 2024 : નોંધણી કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

IIT JAM રજિસ્ટ્રેશન 2024 માટે અરજી કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ 29મી એપ્રિલ સુધી અરજી કરી શકે છે. તમે આ પગલું-દર-પગલાની પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવી શકો છો.

  • સ્ટેપ 1: IIT JAM ની સત્તાવાર વેબસાઇટ, jam.iitm.ac.in ની મુલાકાત લો.
  • સ્ટેપ 2: હોમ પેજ પર દેખાતી JAM ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: સામે ખુલ્લા ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો.
  • સ્ટેપ 4: માહિતી દાખલ કર્યા પછી, બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • સ્ટેપ 5: દસ્તાવેજો સબમિટ કર્યા પછી, એપ્લિકેશન ફી ચૂકવો.
  • સ્ટેપ 6: ચુકવણી ફી સબમિટ કર્યા પછી સબમિટ પર ક્લિક કરો.
  • સ્ટેપ 7: હવે તમારા IIT JAM 2024 અરજી ફોર્મની સમીક્ષા કરો.
  • સ્ટેપ 8: ભવિષ્યના સંદર્ભ માટે પુષ્ટિ પૃષ્ઠ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો બહાર કાઢીને રાખો.

Web Title: Iit jam registration 2024 know all information with fee how to register schedule admission process ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×