IIM Ahmedabad launches New programme: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM Ahmedabad) એ તાજેતરમાં એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનું નામ છે – સ્ટ્રેટેજિક બિઝનેસ લીડરશીપ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ: ફ્યુચર ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર્સ અને ચીફ ટેકનોલોજી ઓફિસર્સ માટેનો કાર્યક્રમ. છ મહિનાનો કોર્ષ, IIM અમદાવાદ ITMSBL પ્રોગ્રામ નેતૃત્વ અને વ્યવસાયિક વ્યૂહરચના વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરે છે. રસ ધરાવતા ઉમેદવારો 29 એપ્રિલ, 2025 સુધી અરજી કરી શકે છે.
જરૂરી યોગ્યતા
આ કાર્યક્રમમાં નોંધણી કરાવવા માટે ઉમેદવારે અંતિમ સ્નાતક (10+2+3) માં ઓછામાં ઓછા 60% ગુણ અથવા કોઈપણ વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી આવશ્યક છે. આ ઉપરાંત કાર્યક્રમ માટે અરજી કરતી વખતે તે જુનિયર અધિકારીને બદલે વરિષ્ઠ પદ પર હોવો જોઈએ.
આ કોર્સ કોના માટે છે?
આ કાર્યક્રમ જાહેર ક્ષેત્રના એકમો, બેંકો, સરકારી સંસ્થાઓ, સોફ્ટવેર કંપનીઓ અને IT બિઝનેસ ધરાવતા મોટા સાહસોના વ્યાવસાયિકો માટે તૈયાર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો: IPS બનવા 48 લાખની નોકરી છોડનાર અંજલી વિશ્વકર્મા કોણ? સુંદરતાના મામલે અભિનેત્રીઓ પણ પાણી ભરે
કેટલી હશે ફી?
IIM ના આ IT મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે ઉમેદવારોએ 2,000 રૂપિયા + GST (નોન-રિફંડપાત્ર) ની અરજી ફી ચૂકવવાની રહેશે અને કુલ પ્રોગ્રામ ફી (એપ્લિકેશન ફી સિવાય) 4,00,000 રૂપિયા + GST છે.
10 મે થી વર્ગો શરૂ થશે
IIM ના આ નવા અભ્યાસક્રમ માટે ટેકનિકલ ઓરિએન્ટેશન 7 મે ના રોજ યોજાશે, જ્યારે વર્ગો 10 મે થી શરૂ થશે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઉમેદવારોને IIM તરફથી કાર્યક્રમ પૂર્ણ થવાનું પ્રમાણપત્ર (COC) પ્રાપ્ત થશે, જે 80% કુલ હાજરી અને મૂલ્યાંકનને આધીન રહેશે.