ICSI CS Professional result 2023 out : ઈસ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ 25 ઓગસ્ટ 2023ના રોજ આઈસીએસાઈ સીએસ વ્યવસાયિક જૂન સત્રના પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં સામેલ ઉમેદવાર આઈસીએસઆઈની સત્તાવાર વેબસાઈ icsi.eduના માધ્યમથી પોતાનું પરિણામ જોઈ શકે છે. ઉમેદવારો પોતાના અંક વિવરણ ડાઉનલોડ કરવા માટે રજીસ્ટ્રેશન નંબર અને રોલ નંબરની જરૂર પડશે. આ ઉપરાંત સીએસ પ્રોફેશનલ વિદ્યાર્થીઓને 30 દિવસની અંદર માર્કશીટ પણ મળશે.
ઉલેખનીય છે કે પ્રોફેશનલ પરિણામ બાદ હવે બપોરે બે વાગે સીએસ એક્ઝીક્યુટિવ 2023નું પણ પરિણામ જાહેર થશે. આઈસીએસાઈ સીએસ એક્ઝીક્યુટિવ અને પ્રોફેશનલ જૂન 2023 પરીક્ષાઓ 1થી 10 જૂન 2023 સુધી આયોજીત થઈ હતી. પરીક્ષાઓ આખા દેશમાં પેન -પેપર પદ્ધતિથી આયોજીત કરવામાં આવી હતી. પરિણામની સાથે સીએસ પાસ ટકાવારી અને ટોપર્સની યાદી પણ આજે પ્રકાશિત કરવામાં આવશે.
ICSI CS result આવી રીતે ચેક કરો પરિણામ
- આઈસીએસઆઈની સત્તાવાર વેબસાીટ icsi.edu પર જાઓ
- હોમ પેજ પર ઉપલબ્ધ આઈસીએસઆઈ સીએસ રિઝલ્ટ 2023 લિંક પર ક્લિક કરો
- લોગિન વિવરણ નોંધીને સબમિટ કરી ક્લિક કરો
- તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે
- પેજને ડાઉનલોડ કરો અને આગળની જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી પોતાની પાસે રાખો