scorecardresearch
Premium

IAS Success Story: એક સમયે રેલવે સ્ટેશન પર કરતા હતા કુલીનું કામ, IAS બનેલા શ્રીનાથની સંઘર્ષ કહાની

UPSC Success Story: કેરળના મુન્નાર જિલ્લાના નિવાસી શ્રીનાથ એક મધ્યમવર્ગીય પરિવારના છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે કેરળના એર્નાકુલમ રેલવે સ્ટેશન ઉપર કુલીનું કામ કરતા હતા.

IAS sreenath
IAS શ્રીનાથની સફળતાની સંઘર્ષ કહાની

IAS Success Story: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC Exam) દ્વારા રાષ્ટ્રીય સ્તર ઉપર લેવાતી યુપીએસસીની પરીક્ષામાં દર વર્ષે આશરે 10 લાખ ઉમેદવારો સામેલ થાય છે. જોકે, લાખો ઉમેદવારોમાંથી ગણતરીના ઉમેદવારો જ પાસ થાય છે. દર વર્ષે એવા જ ઉમેદવારો પરીક્ષામાં સફળ થાય છે જેઓ તમામ મુશ્કેલીઓ અને કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને એક મિશાલ રજૂ કરે છે. જે યુપીએસસીની તૈયારી કરનારા લાખો ઉમેદવારો માટે એક પ્રેરણાશ્રોત બને છે. આવી જ એક સંઘર્ષની કહાની યુપીએસસી પરીક્ષા પાસ કરનાર શ્રીનાથની પણ છે.

UPSC Success Story: રેલવે સ્ટેશન ઉપર કરતા હતા કુલીનું કામ
કેરળના મુન્નાર જિલ્લાના નિવાસી શ્રીનાથ એક મધ્યમવર્ગીય પરિવારના છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે કેરળના એર્નાકુલમ રેલવે સ્ટેશન ઉપર કુલીનું કામ કરતા હતા. વર્ષ 2018માં 27 વર્ષની ઉમરમાં તેમણે મહેસૂસ કર્યું કે કુલીની આવક પરિવાર માટે પુરતી નથી. એ સમયે તેમની એક વર્ષની પુત્રી હતી. એટલા માટે તેમણે પોતાની પુત્રીને એક સારું બાળપણ આપવા માટે એક નિર્ણય કર્યો હતો.

તેમણે પોતાની કમાણીને 400-500 પ્રતિદિનથી વધારે કરવા માટે રાતમાં કુલીનું કામ કરવાનું શરુ કર્યું હતું. પરંતુ આ પણ પુરતું ન હતું. તેમણે સિવિલ સેવાની તૈયારી કરવાનું મન બનાવ્યું અને તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

કોચિંગ માટે ન્હોતા પૈસા, આવી રીતે કરી તૈયારી
વિવિધ મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે કેપીએસસીની તૈયારી કરવાનું વિચાર્યું હતું પરંતુ તેમની પાસે કોચિંગ માટે પૈસા ન્હોતા. એટલું જ નહીં તેમની પાસે સમય પણ ન્હોતો. તેઓ કામ છોડીને અભ્યાસ ન્હોતા કરી શકતા. એટલા માટે શ્રીનાથે રેલવે સ્ટેશન ઉપર મફત વાઈફાઈનો ઉપયોગ કરીને તૈયારી શરૂ કરી હતી. કામમાંથી જ્યારે સમય મળતો ત્યારે તેઓ મોબાઈલ ફોન થકી અભ્યાસ કરતા હતા.

ચોથા પ્રયત્નમાં મળી સફળતા
તેઓ મોબાઈલ ફોન થકી ઓનલાઈન લેક્ચર સાંભળતા હતા અને ઓનલાઈન મળતી નોટ્સથી તૈયારીઓ કરતા હતા. કેપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ તેમણે યુપીએસસીની તૈયારી શરુ કરી હતી. ચાર પ્રયત્નોથી તેમણે યુપીએસસી 2021માં સફળતા મળવી હતી.

Web Title: Ias success story upsc exam sreenath life education

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×