GSTES Bharti 2022: ગુજરાતમાં સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં નોકરીઓની બમ્પર ભરતી થઈ રહી છે ત્યારે ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા પણ નોકરી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીએ પ્રોજેક્ટ મેનેજર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર-એકાઉન્ટન્ટ લીગલ કન્સલ્ટન્ટની ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર જાહેરાત વાંચવી. અને ઓનલઆઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર 2022 છે.
મહત્વની માહિતી
ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે કુલ ત્ર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવા માટે છેલ્લી તારીખ 7 ઓક્ટોબર 2022 છે. ઉમેદવારો ઓલાઈન અરજી કરી શકશે. નોકરીનું સ્થળ ગાંધીનગર રહેશે.
| સંસ્થા | ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી |
| જગ્યા | 3 |
| લાયકાત | ઉમેદવાર માન્ય યુનિવર્સિટી- સંસ્થામાંથી સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55 ટકા સાથે ઉત્તિર્ણ હોવો જોઈએ |
| પગાર ધોરણ | પોસ્ટ પ્રમાણે પગાર |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 28/09/2022 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 07/10/2022 |
| નોટિફિકેશન | નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો |
| ક્યાં અરજી કરવી | અરજી કરવા માટે અહીં ક્લિક કરો |
કયા કયા પોસ્ટ પર ભરતી થવાની છે?
ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીએ પ્રોજેક્ટ મેનેજર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર-એકાઉન્ટન્ટ લીગલ કન્સલ્ટન્ટની ભરતી બહાર પાડી છે.
શૈક્ષણિક લાયકાત
પ્રોજેક્ટ મેનેજર માટે લાયકાત
પ્રોજેક્ટ મેનેજરની નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારોએ MBA, MSW, મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (PGDEM), PGDEMમાં ઓછામાં ઓછા 55 માર્ક મેળવેલા હોવા જોઈએ. ઉમેદવારોએ આ કોર્સ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલા હોવા જોઈએ.
આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર-એકાઉન્ટ
માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી બી.કોમ, ટેલી કરેલું હોવું જોઈએ.
લીગલ કન્સલ્ટન્ટ
માન્ય સંસ્થા માથી એલએલબી અથવા તો પાંચ વર્ષ લો કોર્સ કરેલો હોવો જોઈએ.
પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ
પ્રોજેક્ટ મેનેજર- 25,000 રૂપિયા (પ્રતિ માસ)
આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર – એકાઉન્ટ – 10,000 રૂપિયા (પ્રતિ માસ)
લીગલ કન્સલ્ટન્ટ – 30,000 રૂપિયા (પ્રતિ માસ)
પસંદગી પ્રક્રિયા
અંતિમ પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂના આધારે રહેશે.
કેટલીક શરતો
1- ઉમેદવાર માન્ય યુનિવર્સિટી- સંસ્થામાંથી સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55 ટકા સાથે ઉત્તિર્ણ હોવો જોઈએ.
2- લાયકાત ધરાવતા ઉમેદવારોએ જી.એસ.ટી.ઈ.એસની www.eklavya-education.gov.in વેબસાઈટ પર જઈને તારીખ 28-09-2022થી તારીખ 7-10-2022 સુધીમાં માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
3- નોટિફિકેશનમાં દર્શાવેલી જગ્યાઓ માટે શોર્ટલીસ્ટ થયેલા ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે જાણ કરવામાં આવશે.
4- પુરુષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ તથા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 40 વર્ષની રહેશે
5- પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલી જગ્યાઓ ફેરફારને આધીન છે
6- ઉક્ત દર્શાવેલી જગ્યાઓ તદ્દન 11 માસના ધોરણે કરાર આધારીત છે
7- ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ તબક્કે ઉમેદવારની ખોટી દખલગીરી ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
8- ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ તબક્કે ઉમેદવારની ખોટી દખલગીરી ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
9- ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈપણ બાબત ઊભી થશે તો ભરતી પ્રક્રિયા અંગે સક્ષમ અધિકારીનો નિર્ણ આખરી રહેશે.
10- અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે. રજીસ્ટર એડી-ટપાલ-રૂબરૂ કે ઈમેલથી કરેલી અરજી માન્ય ગણઆશે નહીં
11- અરજીનો નિયત નમૂનો, જગ્યાની વિગત ભરતી અંગેની સુચનાઓ-વિગતો કચેરીની વેબસાઈટ .. ઉપર ઉપલબ્ધ છે. જેનો અભ્યાસ કર્યા પછી જ અરજી કરવી.