Gujarat Metro Recruitment 2025, ગુજરાત મેટ્રો ભરતી : ગુજરાતમાં સારા પગારનો નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત મેટ્ર રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટો ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ગુજરાત મેટ્રોએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત મેટ્રો ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
ગુજરાત મેટ્રો ભરતી માટેની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 8 |
| વયમર્યાદા | 28થી 62 વર્ષ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 20-1-2025 |
| ક્યાં અરજી કરવી | https://www.gujaratmetrorail.com/careers/ |
ગુજરાત મેટ્રો ભરતી, પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| ચીફ જનરલ મેનેજર (સિવિલ) | 3 |
| ચીફ જનરલ મેનેજર (ટ્રેક) | 1 |
| ચીફ જનરલ મેનેજર (કોર્પોરેટ પ્લાનિંગ) | 1 |
| ચીફ જનરલ મેનેજર (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ) | 1 |
| જોઈન્ટ જનરલ મેનેજર (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ) | 1 |
| એન્જીનિયર (જુનિયર ગ્રેડ) | 1 |
| કુલ | 8 |
લાયકાત
ચીફ જનરલ મેનેજર (સિવિલ)
- શૈક્ષણિક લાયકાત – ઉમેદવાર ભારત અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક હોવો જોઈએ.
- અનુભવ – ઉમેદવાર પાસે સમાન ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષનો સંબંધિત અનુભવ હોવો જોઈએ
નોટિફિકેશન
ચીફ જનરલ મેનેજર (ટ્રેક)
- શૈક્ષણિક લાયકાત – ઉમેદવાર ભારત અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક હોવો જોઈએ.
- અનુભવ – ઉમેદવાર પાસે સમાન ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષનો સંબંધિત અનુભવ હોવો જોઈએ
નોટિફિકેશન
ચીફ જનરલ મેનેજર (કોર્પોરેટ પ્લાનિંગ)
- શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સિવિલ/મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ અને માં ગ્રેજ્યુએટ ઈજનેરી
- બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ અથવા સંબંધિત શિસ્તમાં માસ્ટર્સ હોવું જોઈએ
- અનુભવ – ઉમેદવારો પાસે સંકલનનો સંબંધિત પોસ્ટ લાયકાતનો અનુભવ હોવો જોઈએ
નોટિફિકેશન
ચીફ જનરલ મેનેજર (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ)
- શૈક્ષણિક લાયકાત – ઉમેદવાર B.E/B. Tech (ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/) હોવો આવશ્યક છે. ઈલેક્ટ્રોનિક્સ /ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ /ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ એપ્લાઈડ ઈલેક્ટ્રોનિક્સ/ ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સ/ પાવર ઈલેક્ટ્રોનિક્સ/ઈન્સ્ટ્રુમેન્ટેશન) એમાંથી એન્જિનિયરિંગ સ્નાતક.
- અનુભવ – ઉમેદવાર ખાનગી સંસ્થામાં એકંદરે 20 વર્ષનો પોસ્ટક્વોલિફિકેશન હોવો જોઈએ
નોટિફિકેશન
જોઈન્ટ જનરલ મેનેજર (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ)
શૈક્ષણિક લાયકાત – ઉમેદવાર B.E/B. Tech (ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/) હોવો આવશ્યક છે. ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ /ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ એપ્લાઇડ ઈલેક્ટ્રોનિક્સ/ ઔદ્યોગિક ઈલેક્ટ્રોનિક્સ/ પાવર ઈલેક્ટ્રોનિક્સ/ ઇન્સ્ટ્રુમેન્ટેશન) સરકાર તરફથી એન્જિનિયરિંગ સ્નાતક.
અનુભવ – ઉમેદવારને 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
નોટિફિકેશન
એન્જીનિયર (જુનિયર ગ્રેડ)
- શૈક્ષણિક લાયકાત – ઉમેદવાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી B.E / B. ટેક. (પર્યાવરણ) ની ડિગ્રી પાસ કરેલો હોવો જોઈએ.
- અનુભવ – ઉમેદવારની પોસ્ટ-લાયકાત 2 (બે) વર્ષ હોવી જોઈએ. પર્યાવરણની પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થામાં અનુભવ
નોટિફિકેશન
વય મર્યાદા અને પગાર ધોરણ
| પોસ્ટ | વયમર્યાદા | પગારધોરણ |
| ચીફ જનરલ મેનેજર (સિવિલ) | 57થી 62 વર્ષ | ₹ 120000-280000 |
| ચીફ જનરલ મેનેજર (ટ્રેક) | 57થી 62 વર્ષ | ₹ 120000-280000 |
| ચીફ જનરલ મેનેજર (કોર્પોરેટ પ્લાનિંગ) | 57થી 58 વર્ષ | ₹ 120000-280000 |
| ચીફ જનરલ મેનેજર (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ) | 58થી 62 વર્ષ | ₹ 120000-280000 |
| જોઈન્ટ જનરલ મેનેજર (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ) | 50થી 55 વર્ષ | ₹90000- 240000 |
| એન્જીનિયર (જુનિયર ગ્રેડ) | 28 વર્ષ | 30000-120000 |
કેવી રીતે અરજી કરવી
- આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત મેટ્રોની વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જવુ
- જ્યાં career ઓપ્શન પર ક્લિક કરવું
- અહીં વિવિધ પોસ્ટની ભરતી વિશે માહિતી આપવામાં આવી હશે
- જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની સામે એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- અહીં માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરવી
- જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા
- ફાઈનલ સબમીશન બાદ પ્રીન્ટ કાઢી લેવી
ઉમેદવારોને ખાસ સૂચન છેકે ગુજરાત મેટ્રો ભરતી અંગે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલા જે તે પોસ્ટનું આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવાં.