Gujarat Metro Recruitment 2024, ગુજરાત મેટ્રો ભરતી 2024 : સારા પગારની નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જનરલ મેનેજર પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ભરવા માટે ગુજરાત મેટ્રોએ નોટિફિકેશન બહાર પાડીને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 6 જુલાઈ 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી ઇમેઈલ કરવાની રહેશે.
ગુજરાત મેટ્રો ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની જાણકારી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ગુજરાત મેટ્રો ભરતી 2024ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) |
| પોસ્ટ | જનરલ મેનેજર |
| જગ્યા | 1 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| વય મર્યાદા | વધુમાં વધુ 62 વર્ષ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 6 જુલાઈ 2024 |
| ક્યાં અરજી કરવી | career@gujaratmetrorail.com |
ગુજરાત મેટ્રો ભરતી માટે પોસ્ટ અને નોકરીનો પ્રકાર
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જનરલ મેનેજર (ઓપરેશન અને મેન્ટેનન્સ) માટે કરાર આધારીત ભરતી બહાર પાડી છે. આ ભરતી ત્રણ વર્ષના કરાર આધારીત અને પાંચ વર્ષ સુધી એક્સ્ટેનેબલ રહેશે.
પગાર ધોરણ
ગુજરાત મેટ્રો ભરતીના નોટિફિકેશન પ્રમાણે પસંદ થયેલા ઉમેદવારને કરાર આધારીત ₹ 1,20,000 થી ₹ 2,80,000 પગાર ચૂકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા દ્વારા બીઈ ઈલેક્ટ્રીકલ/ મિકેનિકલ, ઈલેટ્રોનિક્સ/ ઈલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન/ ઇન્સ્ટ્રુમેન્શન પાસ કરેલું હોવું જોઈએ.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો અપડેટે બાયોડેટા સાથે પે સ્લીપ સહિતના ડોક્યુમેન્ટ સંસ્થાના ઈમેઈલ એડ્રેસ career@gujaratmetrorail.com પર મેઈલ કરવાનો રહેશે. જોકે ઉમેદાવારોએ આપેલા ડોક્યુમેન્ટ ફરજિયાત અટેચ કરવાના રહેશે.
- વિગતવાર અપડેટેડ સીવી
- ઉંમરના પુરાવા માટે જન્મપ્રમાણ પત્ર, પાન કાર્ડ, મેટ્રીકુલેશન
- શૈક્ષણિક લાયકાત માટે બધા વર્ષના સેમેસ્ટર માર્કશીટ, ડિગ્રી ડિપ્લોમાના સર્ટીફિકેટ્સ
- અનુભવનું સર્ટીફિકેટ
ગુજરાત મેટ્રો ભરતી નોટિફિકેશન
ગુજરાત મેટ્રો ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની જાણકારી માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
આ પણ વાંચો
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, 502 જગ્યાઓ પર બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- સરદાર પટેલ યુનિવર્સિટી માં આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી, લાયકાત, પગાર, છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી
- ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી
મહત્વની તારીખ
ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાની અરજી અને સીવી સાથે માગેલા જરૂરી ડોક્યુમેન્ટ 6 જૂન 2024 છેલ્લી તારીખ સુધીમાં કંપનીના ઈમેઈલ એડ્રેસ career@gujaratmetrorail.com પર મોકલી આપવા. સોર્ટલિસ્ટેડ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ કોલ લેટર, ઇન્ટરવ્યૂ તારીખ સમય અને સ્થળ રજિસ્ટર ઇમેઇલ પર જાણ કરવામાં આવશે.