scorecardresearch
Premium

ગુજરાત હાઈકોર્ટ ભરતી : બેલીફ અને પ્રોસેસ સર્વર માટે અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, પસંદગી પ્રક્રિયા, ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

Gujarat High Court Bharti, Exam Pattern, Exam Syllabus, ગુજરાત હાઈકોર્ટ ભરતી : ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું, પરીક્ષાનો સમયગાળો, પરીક્ષા પદ્ધતિ, પસંદગી યાદી સહિતની માહિતી આપવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી પરીક્ષા પદ્ધતિ અભ્યાસક્રમ | Gujarat High Court Bharti, Exam Pattern, Exam Syllabus
ગુજરાત હાઈકોર્ટ ભરતી પરીક્ષા પદ્ધતિ અભ્યાસક્રમ – Photo – Social media

Gujarat High Court Bharti, Exam Pattern, Exam Syllabus, ગુજરાત હાઈકોર્ટ ભરતી : ગુજરાત હાઈકોર્ટે રાજ્યની વિવિધ કોર્ટોમાં બેલીફ અને પ્રોસેસ સર્વર માટે બમ્પર ભરતી બહાર પાડી છે. અત્યારે આ પોસ્ટો પર અરજી પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું, પરીક્ષાનો સમયગાળો, પરીક્ષા પદ્ધતિ, પસંદગી યાદી સહિતની માહિતી આપવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી : સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું

ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડેલી બિલીફ અને સર્વર પ્રોસેસરની ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલું છે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની પસંદગી કરવા માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં હેતુલક્ષી અને બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા.

પરીક્ષાની વિગતગુણ સમયગાળો
હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા (એલીમીનેશન ટેસ્ટ) 100 ગુણ 90 મિનિટ
મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણાત્મક પ્રકારની)100 ગુણ 3 કલાક

ગુજરાત હાઈકોર્ટ ભરતી : હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા

  • હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા (એલીમીનેશન ટેસ્ટ) કૂલ 100 ગુણની રહેશે
  • પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.
  • દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ રહેશે.
  • પરીક્ષાનો સમયગાળો 1.30 કલાકનો (90 મિનિટ)નો રહશે.

અભ્યાસક્રમ

ક્રમવિષય
1ગુજરાતી ભાષા
2સામાન્ય જ્ઞાન
3ગણિત
4રમતગમત
5રોજબરોની ઘટનાઓ
6કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન
  • ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં તમામ વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ગુણ મેળવવાના રહેશે.
  • જો હેતુલક્ષી પ્રકારની લેખિ પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવારો ઉત્તીર્ણ થશે તો નામદાર હાઈકોર્ટ દ્વારા નિયત કરવામાં આવેલા તે પ્રમાણે મેરીટના આધારે માર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
  • હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા ઓ.એમ.આર (OMR)દ્વારા અથવા હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલા અન્ય કોઈપણ માધ્યમથી લેવામાં આવશે.કોઈપણ સંજોગોમાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાની જવાબવહી-ઉત્તરવહીના રીચેકીંગ – રીએસેસમેન્ટ-ફરીથી મૂલ્યાંક અંગેની કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. જેની ઉમેદવારે નોંધ લેવી.

આ પણ વાંચોઃ- ગુજરાત હાઈકોર્ટ ભરતી : ધોરણ 12 પાસ માટે કોર્ટમાં નોકરી કરવાની સુવર્ણ તક, સારો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત હાઈકોર્ટ ભરતી : મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણાત્મક પ્રકારની)

  • લેખિત પરીક્ષા કૂલ 100 ગુણની તથા સમયગાળો 3 કલાક રહેશે
  • પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે

અભ્યાસક્રમ

ક્રમ વિષય
1 ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ
2 એક વાક્યમાં પ્રશ્નોનાં જવાબ
3 અહેવાલ લેખન
4પત્ર લેખન
5નિબંધ લેખન
6ટૂંકનોંધ

પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની)માં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળાં વર્ગ જેવી અનામત કક્ષા તેમજ ડિફ્રન્ટલી એબલ્ડ (ફક્ત ઓર્થોપેડીકલી) અને માજી સૈનિક હેઠળ આવતા ઉમેદવારોએ ઓછામાં ઓછા 45 ગુણ અને બિનઅનામત કક્ષાના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ગુણ મેળવાવના રહેશે.

ઉમેદવારો માટે અગત્યની નોંધ

ગુજરાત રાજ્યના ઔદ્યોગિત ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો માટે અનુસુચિત જાતિ વર્ગની કેટેગરીમાં જગ્યાન હોય, જો કોઈ એસસી ઉમેદવાર અરજી કરતી વખતે ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો વિકલ્પની પસંદગી કરશે તો તેવા સંજોગોમાં તે ઉમેદવારને સામાન્ય કેટેગરીના ધારાધોરણો લાગુ પડશે.

Web Title: Gujarat high court recruitment syllabus exam pattern selection process important information including ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×