scorecardresearch
Premium

ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી : વર્ગ-1ની 227 નોકરીઓ, લાખો રૂપિયાનો પગાર, અહીં વાંચો બધી જ માહિતી

Gujarat health department Bharti : જીપીએસસી ભરતી અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં પણ વિવિધ પોસ્ટની ભરતી થવા જઈ રહી છે. આરોગ્ય વિભાગમાં ફિઝિશિયન, વર્ગ -1ની પોસ્ટ માટે 227 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Gujarat health department bharti, Physician
ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી, ફિઝિશિયન – photo – facebook

Gujarat Health Department Recruitment, ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં સંખ્યાબંધ પોસ્ટ માટે નોકરીઓની બમ્પર ભરતી બહાર પાડી છે. જીપીએસસી ભરતી અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં પણ વિવિધ પોસ્ટની ભરતી થવા જઈ રહી છે. આરોગ્ય વિભાગમાં ફિઝિશિયન, વર્ગ -1ની પોસ્ટ માટે 227 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી માટે ફિઝિશિયન, વર્ગ-1 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનો વિભાગ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
વિભાગગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ
પોસ્ટફિઝિશિયન
વર્ગવર્ગ-1 અધિકારી
જગ્યા227
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ10-12-2024
ક્યાં અરજી કરવી?https://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત91
આર્થિક રીતે નબળા વર્ગો24
સા.શૈ.પ.વ.63
અનુ.જાતિ.16
અનુ.જન.જાતિ33
કુલ227

શૈક્ષણિક લાયકાત

  • અરજી કરનાર ઉમેદવાર સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી M.D (મેડિસિન) અથવા રાષ્ટ્રીય બોર્ડના રાજદ્વારી હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ

વય મર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

પગાર ધોરણ

આરોગ્ય વિભાગ ભરતી માટે ફિઝિશિયન, વર્ગ -1 પર પસંદ પામેલા ઉમેદવારોને ₹ 67,700થી ₹ 2,08,700 પે મેસ્ટ્રીક્સ લેવલ – 11 મુજબ પગાર મળવા પાત્ર થશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

ભરતી અંગે બીજા મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, આરોગ્ય વિભાગ ભરતી માટે ફિઝિશિયન, વર્ગ-1 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Web Title: Gujarat health department recruitment physician 227 jobs of class 1 salary of lakhs of rupees read all the information here ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×