scorecardresearch
Premium

ગુજરાત બોર્ડ પરીક્ષા: 27મી ફેબ્રુઆરીથી શરું થશે ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા, આંકડા શું કહે છે?

Gujarat Board Exam 2025 : ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની 27 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરુ થનારી છે ત્યારે આ વર્ષે કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા સહિતની માહિતી અહીં જાણો.

Gujarat Board Exam 2025
ગુજરાત બોર્ડ પરીક્ષા – photo- freepik

Gujarat Board Exam, ગુજરાત બોર્ડ પરીક્ષા : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગમી 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું આયોજન કર્યું છે. 27 મી ફેબ્રુઆરી 2025થી ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓનો સ્ટેટેસ્ટિકલ રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કૂલ 14 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાથી 1.15 લાખથી વધુ રીપિટર વિદ્યાર્થી અને 32 હજારથી વધારે આઈસોલેટેડ તેમજ 39,600 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે. જોકે, આ આંકડાઓ પ્રમાણએ ગત વર્ષની તુલનાએ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

શું કહે છે ગુજરાત બોર્ડના આંકડા?

ગુજરાત શિક્ષણ બોર્ડના સ્ટેટેસ્ટિકલ રિપોર્ટ પ્રમાણે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓના આંકડાની વાત કરીએ તો ધો.10માં નિયમિત, રીપિટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપિટર કેટેગરી સહિત 8,92,882 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષે ધો.10માં કુલ 91,7687 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ધો.12 સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર, રીપિટર, ખાનગી અને આઇસોલોટેડ સહિત 423909 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે 489279 વિદ્યાર્થી નોંધાયા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં નિયમિત, રીપિટર અને આઇસોલેટેડ સહિત કુલ 1,11,384 વિદ્યાર્થી નોંધાયા છે. 131987 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ધોરણ 12 સાયન્સમાં આ વર્ષે ગ્રૂપવાર જોઈએ તો એ ગ્રૂપમાં કુલ 38183 અને બી ગ્રૂપમાં 66860 વિદ્યાર્થીઓ છે. આમ બી ગ્રૂપના વિદ્યાર્થીઓમાં મોટો ઘટાડો છે. ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં 61314 અને બેઝિક ગણિતમાં 784078 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ધો.10-12માં વિષયવાર વિદ્યાર્થીઓ જોઈએ તો ધો.10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 6,71,220, ધો.12માં ગુજરાતી માધ્યમના 72356 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી પ્રથમ ભાષામાં 339132 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સાયન્સમાં અંગ્રેજી માધ્યમના 29901 વિદ્યાર્થીઓ છે.

ગણિત વિષયમાં 38183, કેમિસ્ટ્રીમાં 109826, ફીઝિક્સમાં 110754, બાયોલોજીમાં 66860 વિદ્યાર્થીઓ નોંધાયા છે. મહત્ત્વનું છે કે વર્ષ 2024 ધો.10-12માં કુલ મળીને 15,38,953 વિદ્યાર્થીઓ નોંધાયા હતા ત્યારે આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાતા 1,10,778 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.

Web Title: Gujarat board exam 2025 std 10 and 12 board exams will start from february 27th what do the statistics say ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×