scorecardresearch
Premium

GSEB 12th Result 2023 date : ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામ 31 મે બુધવારે સવારે 8 કલાકે જાહેર થશે, અહીં જાણો રિઝલ્ટ

GSEB 12 th result 2023, date and time : આવતી કાલે 31 મે 2023ના બુધવારના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓએ પોતાના રોલ નંબરના આધારે સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું પરિણામ જોઈ શકશે.

gseb exam result, ssc board exam result, std 10 board result
ધોરણ 12નું પરિણામ જાહેર થશે, ફાઇલ તસવીર

GSEB 12th Result 2023 date, website and whats app : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરી છે. આવતી કાલે 31 મે 2023ના બુધવારના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓએ પોતાના રોલ નંબરના આધારે સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ થકી પણ પરિણામ જોઈ શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે માર્ચ 2023માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવલાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. 31-5-2023ના રોજ સવારના 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓએ પોતાનું પરિણા પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓઓ વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પોતાના બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, દફ્તર ચકાસમી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. આ માર્ચમાં સામાન્ય પ્રવાહના 4.8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ તેમની ધોરણ 12ની પરીક્ષા આપી હતી.

Web Title: Gujarat board 12th general stream result date and time declare

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×