scorecardresearch
Premium

Gujarat Board Result: ગુજરાત ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCET પરીક્ષાના પરિણામ અંગે વાયરલ પરિપત્ર ખોટો

Gujarat 12 Science And Gujcet Exam Result 2025: ગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ અંગે વાયરલ થયેલો પરિપત્ર ખોટો હોવાની શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 17 એપ્રિલે પરિણામ હોવાનો આ પરિપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Gujarat Board Std 12 Science Results | ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ
ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ (પ્રતિકાત્મક તસવીર)

Gujarat 12 Science And Gujcet Exam Result 2025: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCETની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી હોવા અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે કે, માર્ચ 2025માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ (GUJCET)ની પરીક્ષાના પરીણામ 17 એપ્રિલે જાહેર કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં ફરતી થયેલી આ અખબારી યાદી ફેક હોવાનો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ રવિવારે એક યાદી જાહેર કરી સ્પષ્ટતા કરી છે કે, ધોરણ 12 અને ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) ના પરિણામો 17 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે એવી સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે જે ખોટું છે.

GSHSEB ના નામે જારી કરાયેલ નકલી પ્રકાશન સોશિયલ મીડિયા પર ફરતું થઈ રહ્યું છે. GSHSEB દ્વારા પરિણામની તારીખનું ખંડન કરતાં કહ્યું કે, હાલમાં આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી. માર્ચ 2025 ની બોર્ડ પરીક્ષાઓ અને બોર્ડ દ્વારા લેવામાં આવતી GUJCET ના પરિણામની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે જે બોર્ડની વેબસાઇટ પર પણ જાહેર કરવામાં આવશે.

પરિણામ ઓનલાઇન ક્યાં જોવા મળશે

ધોરણ 12 સાયન્સના પરીક્ષા પરિણામ ઓનલાઇન જોવા મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર થયા બાદ અહીં ઓનલાઇન જાણી શકાય છે. વિદ્યાર્થીઓ તેમનો બેઠક કમાંક દાખલ કરીને પરીક્ષાનું પરિણામ જોઇ શકે છે.

WhatsApp નંબર પર પરીક્ષા જાણો

ગુજરાત ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના પરીક્ષાના પરિણામ ઓનલાઇન ઉપરાંત વોટ્સએપ નંબર પરથી જાણી શકાય છે. વિદ્યાર્થીઓ આ WhatsApp નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરીક્ષાનું પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસઆર શાળા મુજબ મોકલવા અંગેની જાણકારી પાછળથી જાહેર કરવામાં આવશે.

Gujarat Board 12 Science And Gujcet Exam Result 2025 | Gujarat 12 Science result 2025 | Gujcet Exam Result 2025
Gujarat Board 12 Science And Gujcet Exam Result 2025 :પરિણામની તારીખ અંગે સોશિયલ મીડિયામાં ફરતો થયેલ બનાવટી પરિપત્ર. જે ખોટો હોવાનું બોર્ડે સ્પષ્ટતા કરી છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરવા માટે હજુ તારીખ જાહેર કરવામાં આવી નથી. બોર્ડ દ્વારા આ અંગે આગામી સમયમાં જાહેરાત કરાશે.

Web Title: Gujarat board 12 science and gujcet exam result on 17 april 2025 as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×