scorecardresearch
Premium

GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ ધો.10 પરિણામ 82.56 ટકા, એક ક્લિક પર જાણો રિઝલ્ટ A to Z માહિતી

GSEB 10th Result 2024 Updates : ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિણામથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાયેલી છે ત્યારે અહીં ધોરણ 10 બોર્ડ રિઝલ્ટની સંપૂર્ણ માહિતી અહીં વાંચો..

GSEB 10th Results 2024, GSEB 10th Results 2024 date, GSEB ssc Results 2024, GSEB 10th ssc Results 2024, Gujarat Board Results,
GSEB SSC Results 2024 Live: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ – પ્રતિકાત્મક તસવીર -Express photo –

GSEB Gujarat Board 10th Result 2024 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે વર્ષ 2024નું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2024 82.56 ટકા આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે. સૌથી ઊંચુ પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ઊંચુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો અહીં જોઈએ ગુજરાત બોર્ડ ધોરણ 10ના પરિણામની A to Z માહિતી…

ધોરણ 10 પરિણામ 2024 ગત વર્ષ કરતા 17.94 ટકા વધુ

ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે ત્યારે આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે.

સૌથી વધુ અને ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રો

  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – અમદાવાદ ગ્રામ્યનું દાલોદ -100 ટકા અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા – 100 ટકા પરિણામ
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર – ભાવનગર જિલ્લાનું તડ – 41.13 ટકા

સૌથી વધુ અને ઓછું પરિણામ ધરાવતા જિલ્લાઓ

  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – ગાંધીનગર – 87.22 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો – 74.57 ટકા

વધુ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા

  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા – 1389
  • 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ – 264
  • 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ – 70

આ પણ વાંચોઃ- GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ: 70 શાળાનું શૂન્ય પરિણામ, 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 264 સ્કુલ

વિષય પ્રમાણે ટકાવારી

વિષયપરિણામ – ટકા
ગુજરાતી FL 92.09%
હિન્દી FL93.52%
અંગ્રેજી FL 97.42%
સામાજિક વિજ્ઞાન 91.84%
વિજ્ઞાન88.37%
ગણિત99.45%
ગુજરાતી SL94.52%
હિન્દી SL92.42%
અંગ્રેજી SL92.62%
સંસ્કૃત SL95.51%
મૂળભૂત ગણિત 83.40%

એક, બે અને ત્રણ વિષય સુધારણા વિદ્યાર્થીઓની સંખ્યા

  • એક વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 21869
  • બે વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 32971
  • ત્રણ વિષયમાં સુધારણાને અવકાસ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 21854

ગ્રેડ પ્રમાણે પરિણામ

ગ્રેડવિદ્યાર્થીઓની સંખ્યા
A1 23,247
A2 78,893
B1 1,18,710
B21,43,894
C11,34,432
C272,252
D 6,110
E118

વિદ્યાર્થીઓ (Male) પરિણામ ટકા

  • નિયમિત પૈકી વિદ્યાર્થીઓનું પરિણામ (Male) – 79.12 ટકા
  • પુનરાવર્તિત પૈકી વિદ્યાર્થીઓનું પરિણામ (Male) -47.24 ટકા
  • GSOS પૈકી કુમારોનું પરિણઆમ (Male) – 26.37 ટકા

વિદ્યાર્થીનીઓનું (Female) પરિણામ ટકા

  • નિયમિત પૈકી વિદ્યાર્થીનીઓનું પરિણામ (Female) – 86.69 ટકા
  • પુનરાવર્તિત પૈકી વિદ્યાર્થીનીઓનું પરિણામ (Female) -52.63 ટકા
  • GSOS પૈકી વિદ્યાર્થીનીઓનું પરિણામ (Female) – 36.19 ટકા

માધ્યમ પ્રમાણે પરિણામ

  • અંગ્રેજી માધ્યમ નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ – 92.52 %
  • ગુજરાતી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ – 36.19 %
  • હિન્દી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ – 75.90 %

આ પણ વાંચોઃ- GSEB SSC Results 2024 : ધોરણ 10 પરિણામ જાહેર, આ 2 કેન્દ્ર પર આવ્યું 100 ટકા રિઝલ્ટ, જાણો ક્યાં આવ્યું સૌથી ઓછું પરિણામ

દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા

દિવ્યાંગ પરીક્ષાર્થીઓની સંખ્યા – 4114
દિવ્યાંગ સામાન્ય રીતે ઉતીર્ણ પરીક્ષાર્થીઓની સંખ્યા – 1610
20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી ઉતીર્ણ થનાર દિવ્યાંગ પરીક્ષાર્થીઓની સંખ્યા – 648

માધ્ય પ્રમાણે પરિણામની ટકાવારી

માધ્યમપરિણામ
ગુજરાતી81.17 ટકા
હિન્દી75.90 ટકા
મરાઠી77.99 ટકા
અંગ્રેજી92.52 ટકા
ઉર્દુ81.00 ટકા
સિંધી88.00 ટકા
ઓરિયા92.41 ટકા

1993થી અત્યાર સુધીનું પરિણામ ટકામાં (%)

  • 1993 – 56.33
  • 1994 – 42.81
  • 1995 – 50.34
  • 1996 – 40.97
  • 1997 – 40.17
  • 1998 – 45.16
  • 1999 – 55.80, જુલાઈ પૂરક – 43.82
  • 2000 – 58.70, જુલાઈ પૂરક – 45.672
  • 2001 – 68.91, જુલાઈ પૂરક – 41.14
  • 2002 – 51.81, જુલાઈ પૂરક – 50.08
  • 2003 – 42.97, જુલાઈ પૂરક – 37.30
  • 2004 – 52.69, જુલાઈ પૂરક – 31.57
  • 2005 – 56.18, જુલાઈ પૂરક – 35.94
  • 2006 – 57.71, જુલાઈ પૂરક – 37.49
  • 2006 – 31.24
  • 2007 – માર્ચ – જૂનું -70.65, જૂનું – 34.00, જુલાઈ પૂરક – 40.82
  • 2008 – 63.58
  • 2009 – 56.43
  • 2010 – 60.81
  • 2011 – માર્ચ – 71.06 ટકા, જુલાઈ – 40.09
  • 2012 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89
  • 2013 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89
  • 2014 – માર્ચ – 63.85
  • 2015 – માર્ચ – 54.42 ટકા, જુલાઈ પુરક – 14.37
  • 2016 – માર્ચ – 67.06 ટકા, જુલાઈ પુરક – 8.43
  • 2017 – માર્ચ – 68.24 ટકા, જુલાઈ પુરક – 27.70
  • 2018 – માર્ચ – 67.50 ટકા, જુલાઈ પુરક – 15.00
  • 2019 – માર્ચ – 66.97 ટકા, જુલાઈ પુરક – 9.35
  • 2020 – માર્ચ – 60.64 ટકા, ઓગસ્ટ પુરક – 8.17
  • 2021 – માર્ચ – 10.04 ટકા (માસ પ્રમોશન)
  • 2022 – માર્ચ – 65.18 ટકા, જુલાઈ પૂરક – 24.72
  • 2023 – માર્ચ – 64.62 ટકા, જુલાઈ પૂરક – 26.65
  • 2024 – માર્ચ – 82.56

ધોરણ 12 પરિણામ 2024 પણ ઐતિહાસિક રહ્યું

અહીં નોંધનિય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા ગુરૂવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરીક્ષા પરિણામ 2024 જાહેર કર્યું હતું. જે પણ અગાઉના વર્ષોના પરિણામ કરતાં એકંદરે ઉંચું નોધાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2024 સરેરાશ 82.45 ટકા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 સરેરાશ 91.93 ટકા નોંધાયું હતું.

Web Title: Gujarat board 10th results gseb ssc results a to z information on one click ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×