scorecardresearch
Premium

Gujarat Bharti 2025 : પાટડીમાં પરીક્ષા વગર સારા પગારની નોકરીની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Bharti 2025, Patadi nagarpalika Bharti : ગુજરાત ભરતી 2025 અંતર્ગત સીટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Gujarat Bharti 2025, Patadi nagarpalika Bharti
ગુજરાત ભરતી 2025, પાટડી સીટી મેનેજર ભરતી 2025 – photo- freepik

Gujarat Bharti 2025, Patadi nagarpalika Bharti : સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત પાટડી નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર પરીક્ષા વગર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

ગુજરાત ભરતી 2025 અંતર્ગત સીટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Gujarat Bharti 2025ની મહત્વની માહિતી

સંસ્થા પાટડી નગરપાલિકા
પોસ્ટ સીટી મેનેજર
જગ્યા 1
નોકરીનો પ્રકાર 11 માસ કરાર
એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ 25 ઓગસ્ટ 2025
ઈન્ટરવ્યુ સ્થળ પાટડી

ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત પાટડી નગરપાલિકામાં સીટી મેનેજર 11 માસ કરાર આધારિત જગ્યા માટે 25 ઓગસ્ટ 2025ના સોમવારના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાટડી નગરપાલિકા કચેરી, પાટડીએ હાજર રહેવું.

પાટડી નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

પાટડી નગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તોઉમેદવારે B.E/B.tech-Enviroment, B.E/B.tech environment, M.E/M.tech-civilની ડિગ્રી કરેલી હોવી જોઈએ.

પગાર ધોરણ – અનુભવ

આ ભરતી માટે અનુભવની વાત કરીએ તો ઉમેદવારોએ ડિગ્રી મળ્યા પછીની 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ પોસ્ટ 11 માસ કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારને 30,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત – PDF

વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ

ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાથે રાખીને ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.

  • ઈન્ટરવ્યુ તારીખ- 25 ઓગસ્ટ 2025
  • રજીસ્ટ્રેશન સમય- સવારે 10થી 11 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરવાનું
  • ઈન્ટરવ્યુ સમય- બપોરે 12 વાગ્યાથી
  • સ્થળ- પાટડી નગરપાલિકા કચેરી, પાટડી

Web Title: Gujarat bharti 2025 patdi city manager recruitment know here walk in interview date time and place ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×