scorecardresearch

Gujarat Bharti 2025 : ગાંધીનગરમાં પરીક્ષા વગર જ ₹60,000ની નોકરી મેળવવાની તક

Legal Advisor Recruitment 2025 in Gujarati: ગુજરાત ભરતી 2025 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, નોકરી પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Gujarat Bharti 2025| Legal advisor recruitment 2025
ગાંધીનગરમાં ભરતી – photo- unsplash

Gujarat Legal Advisor Job Recruitment 2025, કાયદા સલાહકાર ભરતી 2025 : જો તમારી પાસે કાયદાની ડીગ્રી છે અને નોકરી શોધી રહ્યા છો તો તમારી પાસે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગમાં નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કાયદા સલાહકારની 11 માસ કરાર આધારિત ભરતીની જાહેરાત બહાર પડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

ગુજરાત ભરતી 2025 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, નોકરી પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ગુજરાત ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગર
પોસ્ટલીગલ એક્ઝિક્યુટીવ
જગ્યા1
વય મર્યાદામહત્તમ 45 વર્ષ
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખભરતી જાહેર થયાના 10 દિવસની અંદર
ક્યાં અરજી કરવીસરનામું નીચે આપેલું છે

કાયદા સલાહકાર ભરતી પોસ્ટની વિગતો

ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રોપર)ની મંજૂર થયેલી લીગલ એક્ઝિક્યુટીવની એક જગ્યા પર 11 માસ કરાર આધારિત ધોરણે ભરવાની છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

Gujarat bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી(L.L.B.)
  • કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ઉમદેવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોધણી ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ

અનુભવ

ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 5 વર્ષનો પ્રેક્ટીસીંગ એજવોકેટ તરીકનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી નામદાર હાઈકરો્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/ વિભાગીય કચેરીઓમાં/ સરકારના જાહેર સાહસો સરકાર વતી નામ. સુપ્રીમકોર્ટ/ હાઈકોર્ટ/ જિલ્લા કોર્ટના કેસમાં બચાવની કામગીરીમાં 3 વર્ષનો અનુભવ.

વય મર્યાદા અને પગાર ધોરણ

કાયદા સલાહકારની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર મહત્તમ 45 વર્ષ નક્કી કરાયેલી છે. આ ઉપરાંત 11 માસના કરાર આધારિત આ પોસ્ટ ઉપર ઉમેદવારોની નિમણૂંક અપાશે. ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?

અરજી પત્રકનો નમૂનો, જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા લીગર કન્સલ્ટન્ટની જગ્યાની બોલીઓ-શરતો અને ફરજો-કામગીરીનીવિગતો વિભાગની વેબસાઈટ https://imd.gujarat.gov.in પર મુકવામાં આવેલી છે. જેને ધ્યાને લઈને સંપૂર્ણ વિગતો સાથે ભરેલી અરજી શૈક્ષણિક પ્રમાણપત્રોની નકર તેમજ અનુભવના આધાર પુરાવા સાથે ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર મળે તે રીતે નીચે આપેલા સરનામા પર મોકલી આપવાની રહશે.
ઉપ સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના નામનો 100 રૂપિયાનો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.

નોટિફિકેશન

અરજી મોકલવાનું સરનામું

સંયુક્ત સચિવ (મહેકમ)
બ્લોક નં. પ
ચોથો માળ,
ઉદ્યોગ અને ખાણ વિભાગ
સચિવાલય
ગાંધીનગર

Web Title: Gujarat bharti 2025 legal advisor recruitment in gandhinagar how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×