scorecardresearch
Premium

Gujarat Bharti 2025 : ગુજરાતના 5 શહેરોમાં ₹ 60,000ની નોકરીની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Bharti 2025, ACB Recruitment 2025 : લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ ACB ભરતી અંગે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, છેલ્લી તારીખ, પગાર ધોરણ, પોસ્ટનો પ્રકાર જેવી મહત્વની માહિતી અહીં વાંચો.

Gujarat Bharti 2025, ACB Recruitment 2025
ACB ભરતી વિવિધ સલાહકારોની પોસ્ટ – photo-freepik

Gujarat Bharti 2025, ACB Recruitment 2025, ACB ભરતી 2025: ગુજરતામાં નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે ગુજરાતના મોટા શહેરોમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત સરકારના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા કરાર આધારિત એડવાઈઝરોની નિમણૂંક માટે જાહેરાત બહાર પાડી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા વિવિધ એડવાઈઝરોની કૂલ 6 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ ACB ભરતી અંગે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા, છેલ્લી તારીખ, પગાર ધોરણ, પોસ્ટનો પ્રકાર જેવી મહત્વની માહિતી અહીં વાંચો.

Gujarat Bharti 2025 અંગે મહત્વની માહિતી

સંસ્થાલાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ગુજરાત સરકાર)
પોસ્ટએડવાઈઝરો
જગ્યા6
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ8 ઓગસ્ટ 2025
વેબસાઈટhttps://acb.gujarat.gov.in/acb/
ACB recruitment 2025
ACB ભરતી 2025

લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યસ્થળ
કાયદા સલાહકાર5સુરત, ભૂજ, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ
રેવન્યુ સલાહકાર1અમદાવાદ

ACB ભરતી માટે શૈક્ષણિક લાયકાત

લાંચ રુશ્વત વિરોધ બ્યુરો દ્વારા જાહેર કરેલી વિવિધ સલાહકારોની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટમાં વિવિધ શૈક્ષણિક લાયકાત જણાવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://acb.gujarat.gov.in/acb/ ની મુલાકાત લેવી.

ACB ભરતી માટે પગાર ધોરણ

સંસ્થા દ્વારા આપેલી જાહેરાત પ્રમાણે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કેસો લડવા અંગે લાચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અ્મદાવાદ ખાતે સલાહકોરની પોસ્ટ માટે 11 મહિનાના કરારના આધારે ભરતી કરવામાં આવશે. જેમનું માસિક વેતન 60,000 રૂપિયા ફિક્સ રહેશે.

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ACB ભરતી નોટિફિકેશન -PDF

ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામક શ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા નં. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાત તારીખ 8 ઓગસ્ટ 2025 સુધીમાં મળી જાય તે પ્રમાણે મોકલી આપવાની રહેશે. ઉમેદવારે ખાસ ધ્યાન રાખવાનું કે મુદ્દતની તારીખ વિતી ગયા પછી આવેલી અરજીને રદ્દ થવા પાત્ર ગણાશે.

Web Title: Gujarat bharti 2025 acb recruitment in ahmedabad surat rajkot city how to apply know here salary ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×