Senior Sub Editor and Information Assistant job : માહિતી અને પ્રસારણ વિભાગમાં કામ કરવા માંગતા યુવાનો માટે મહત્વના સચાચાર છે. ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ ગાંધીનગર દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ હેઠળના માહિતી નિયામકની કચેરી હસ્તકના સિનિયર સબ-એડીટર, વર્ગ-3 સંવર્ગની કુલ-07 અને માહિતી મદદનીશ, વર્ગ 3 સંવર્ગની કુલ-41 જગ્યાઓ એમ કુલ-48 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ભરતી માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ૫ર 28 જુલાઇ 2025 (2:00 કલાક) થી 18 ઓગસ્ટ 2025 સુધી રાત્રીના 11:59 વાગ્યા સુધી ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
ભારત કે રાજ્યની કોઈપણ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ /માસ કોમ્યુનિકેશનની ડિગ્રી હોવી જોઈએ. વધારે માહિતી માટે સત્તાવાર પીડીએફ વાંચો.
પરીક્ષાની ફી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ આ પ્રમાણે છે. બિન અનામત વર્ગમાં 500 રૂપિયા ફી રહેશે. જ્યારે તમામ કેટેગરીની મહિલા, સામાજિત શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુતિચ જાતિ, અનુસુચિત જનજાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો ફી 400 રૂપિયા રહેશે.
વયમર્યાદા
11 ઓગસ્ટ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળશે.
આ પણ વાંચો – ગુજરાતના 5 શહેરોમાં ₹ 60,000ની નોકરીની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
પગાર ધોરણ
સિનિયર સબ એડિટર વર્ગ-3માં પ્રથમ પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયા પગાર રહેશે. જ્યારે માહિતી મદદનીશમાં 40,800 રૂપિયા પગાર રહેશે. પાંચ વર્ષ પછી નિયમ પ્રમાણે વધારો થશે.