scorecardresearch
Premium

Ojas Bharti 2025 : ગાંધીનગરમાં ₹ 40,800 પગાર વાળી કાયમી નોકરીની તક, અહીં વાંચો A to Z માહિતી

Ojas GSSSB Recruitment 2025 : ઓજસ ભરતી 2025 અંતર્ગત ફાયર સબ ઓફિસર, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

Ojas GSSSB Recruitment 2025, sub fire officer jobs
ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, સબ ફાયર ઓફિસર – photo- X @GandhinagarMC

Ojas Bharti 2025,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB Recruitment 2025): ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને કાયમી ધોરણે નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ઓજસ ભરતી હેઠળ ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સબ ફાયર ઓફિસર વર્ગ 3 માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ ભરતી 2025 અંતર્ગત ફાયર સબ ઓફિસર, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

ઓજસ ભરતી 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)
પોસ્ટફાયર સબ ઓફિસર, વર્ગ-3
જગ્યા5
વયમર્યાદા35 વર્ષથી વધારે નહીં
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25-6-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GSSSB ગાંધીનગર મહાનગર પાલિકા નોકરી, પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની સબ ફાયર ઓફિસર વર્ગ 3 માટે કૂલ 5 જગ્યાઓ ભરવાની છે. જેની કેટેગર પ્રમાણેની વિગતો નીચે કોષ્ટકમાં આપેલી છે.

કેટેગરીજગ્યા
બિનઅનામત4
આર્થિક રીતે નબળા0
અનુ.જાતિ0
અનુ.જન જાતિ0
સા.શૈ.પ.વર્ગ1
કુલ5

GSSSB ભરતી 2025, શૈક્ષણિક લાયકાત

  • નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત સબ ફાયર ઓફિસરનો અભ્યાસક્રમ અથવા અગ્નિ નિવારણ અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોવો જોઈએ. અથવા
  • એન્જિનિયરિંગ (ફાયર)/ બેચલર ઓફ ટેકનોલોજી (ફાયર)/ બેચલર ઓફ એન્જિનિયરિંગ (ફાયર એન્ડ સેફ્ટી)/ બેચલર ઓફ ટેકનોલોજી (ફાયર એન્ડ સેફ્ટી)/ બેચલર ઓફ સાયન્સ (ફાયર)/ બેચલર ઓફ સાયન્સ (ફાયર એન્ડ સેફ્ટી) માં સ્નાતકની ડિગ્રી.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ સરકારી નિયમ પ્રમાણએ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અથવા આર્થિક રીતે નબળા વર્ગો અથવા મહિલાઓના ઉમેદવાર માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જગ્યાઓ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે 40,800 રૂપિયા ફિક્સ પગાર મળશે. ત્યારબાદ ત્રણ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પાંચના ₹ 29,200-₹92,300 (પે મેટ્રીક્સ લેવલ-5)ના પગારધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Web Title: Gsssb recruitment 2025 get sub fire officer job in gandhinagar how to apply for ojas bharti ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×