GSSSB Recruitment 2024, GSSSB bharti, notification, sakari nokri : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 188 જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીએસએસએસબી દ્વારા સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3 પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આજથી એટલે કે 2 જાન્યુઆરી 2024થી ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 નિર્ધારીત કરી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદ, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ લાંચવા.
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
| પોસ્ટ | સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3 |
| કુલ જગ્યા | 188 |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 2-1-2024 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 16-1-2024 |
| ક્યાં અરજી કરવી? | https://ojas.gujarat.gov.in |
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પોસ્ટની વિગતો
| પોસ્ટ | ખાલી જગ્યા |
| સંશોધન મદદનીશ, વર્ગ-3 | 99 |
| આંકડા મદદનીશ, વર્ગ -3 | 89 |
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| સંશોધન મદદનીશ, વર્ગ-3 | ₹ 49,600 |
| આંકડા મદદનીશ, વર્ગ -3 | ₹ 40,800 |
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, વયમર્યાદા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી ભરતી માટે તા. 16 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, શૈક્ષણિક લાયકાત
- આ પોસ્ટ માટે અરજી કરના ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એક્ટ 1956ના એક્શન – 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિ થયેલી શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અને એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી હોવી જોઈએ.
- કમ્યુટરના જ્ઞાન અંગે કમ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કમ્પ્યુટર કાર્યક્ષમતા નિયમો 2006 મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી – હિન્દી બંને ભાષાનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, કેવી રીતે અરજી કરવી?
GSSSB ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્રજાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના હેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતીપ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પરમૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું. GSSSB ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ GSSSB ભરતીમાં ઉમેદવારોએ તા ૧૬/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, નોટિફિકેશન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદ, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પરીક્ષા પદ્ધતિ
આ ભરતી માટે પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ – Computer Based Recruitment test પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ જેહારેતા માટે રજીસ્ટર્ડ થયેલા ઉમેદરોની સંખ્યાના આધેર સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરક્ષી યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે.