GSSSB Recruitment 2024, GSSSB bharti Exam 2024, GSSSB Exam Pattern : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે એક ઉત્તમ તક મળી છે. ગુજરાત સરકાર 4300થી વધારે પદો પર નવી ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત ગ્રેડ 1 અને 2 સહિત વિવિધ 20 કેટર માટે કુલ 4300 પદો પર ભરતી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સરકારી નોકરી માટે 4 જાન્યુઆરી, 2024થી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અહીં દર્શાવેલું છે. આ ઉપરાંત ઉમેદવારોએ કેવી રીતે અરજી કરવી એ પણ સમજ આપેલી છે.
GSSSB Bharti 2024 | ગુજરાત ગૌણ સેવા ભરતી , અરજી કરતા પહેલા ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 4-1-2024થી 31 -1-2024 સુધી ચાલશે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે. અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે.
- અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ આ સમગ્ર જાહેરાત ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારે પોતે ધ્યાનથી વાંચવી જરૂરી છે.
- ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પ્રમાણપત્રો જોડવાના નથી. પરંતુ ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓન લાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે.
- પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ, શારીરિક ખોડખાંપણ (લાગુ પડતું હોય તો), માજી સૌનિક (લાગુ પડતું હોય તો) તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવાપાત્ર બને છે
- જરૂરત ઉપસ્થિત થયે પરીક્ષા સંદર્ભેની જરૂરી સૂચનાઓ ઉમેદવારને મોબાઈલ નંબર પર એસ.એમ.એસથી આપવામાં આવશે. આથી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યા સુધી આ નંબર જાળવી રાખવો જરૂરી અને આપના હિતમાં છે.
GSSSB Bharti 2024 | ગુજરાત ગૌણ સેવા ભરતી , અનામત વર્ગના ઉમેદવારો માટે ખાસ નોંધ
- અનામત વર્ગના ઉેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે
- દિવ્યાંગતાની 40 ટકા કે તેથી વધુ દિવ્યંગતાની ટકાવારી ધરાવતા હોવાનું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતાં હશે તો જ દિવ્યાંગ ઉમેદવાર તરીકે ઉપલી વયમર્યાદા અને અનામતનો લાભ મળશે.
- તબીબી પ્રમાણપત્રને આધિન રહીને ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળશે.
- શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મમાં પર્શનલ ડિટેલમાં પોતાની અશક્તતાની વિગત અને ટકાવારી દર્શાવવાની રહેશે.
- મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે. ગૃહમાતા, વર્ગ-3ની જગ્યા સિવાયની મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા સંબંધિત કેટેગરીના પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે.
- માજી સૈનિકોએ જેઓએ જળ, વાયુ અને સ્થળની આર્મી ફોર્સીસમાં ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખકાર્ડ અને ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય તો ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે.
GSSSB Bharti 2024 | ગુજરાત ગૌણ સેવા ભરતી કેવી રીતે અરજી કરવી?
લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓલાઇન અરજીપત્રક ભરી શકશે. ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવેલ તમામ સંવર્ગો માટે એક જ અરજી કરવાની રહેશે. એક કરતા વધુ અરજી કરનાર ઉમેદરોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે. ઉમેદવારે પ્રાથમિક પરીક્ષાની ઓનલાઇન અરજી ભરતી વખતે ગ્રુપ – એ અથવા ગ્રુપ – બી અથવા બંને એ મુજબ પસંદગીનો વિકલ્પ આપવાનો રહેશે.
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવું અને ત્યારબાદ
- online Applicationમાં Apply પર click કરવું અને GSSSB સિલેક્ટ કરવું
- ઉમેદવારે જાહેરાત ક્રમાંક 212/202324ના સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું.ત્યાર બાદ ક્રીન પર મોર ડિટેઇલ અને એપ્લાય નાઉનો ઓપ્શન ખુલશે. જેમાં મોર ડિટેઇલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી
- એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી નવી વિન્ડો લુખશે. જેમાં ક્લિક પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે. જેમાં સૌ પ્રથમ પર્શનલ ડિટેઇલ ઉમેદવારે ભરતી. (અહીં લાલ ફૂંદડી (*)નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે)
- પર્શનલ ડિટેઇલ ભરાયા બાદ એજ્યુકેશન ડિટેઇલ ભરવાની રહેશે.
- એજ્યુકેશન ડિટેઈલ ભરાયા બાદ પરીક્ષા ગ્રુપ પસંદગીમાં કયા ગ્રૂપમાં પરીક્ષા આપવાની છે તે માટે કોઈપણ એક ગ્રૂપની પસંદગી કરવાની રહેશે.
- ત્યારબાદ Assurance બાંહેધરીમાં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે yes select કરવું હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગઈ છે
- save પર click કરવાથી ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે.
- હવે અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરો અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઇપ કરો અને તમારી જન્મતારીખ લખો. ત્યારબાદ ઓકે ક્લિક કરવાનું રહેશે.
- અહીં ફોટો અને સહીં અપલોડ કરવાની રહેશે. (ફોટાનું નામ 5 સે.મી. ઉંચાઇ અને 3.5 સેમી પહોળાઈ અને સહીંનું માપ 2.5 સેમી ઉંચાઇ અને 7.5 સેમી પહોળાઈ હોવી જોઈએ અને 15 કેબી સાઇઝથી વધે નહીં તેનું ધ્યાન રાખવું.) આગળની પ્રક્રિયા જાણવા માટે આપેલું નોટિફિકેશન ધ્યાનથી વાંચી લેવું.