GSSSB Recruitment 2024, GSSSB bharti, Government jobs bharti, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે એક ઉત્તમ તકનો છેલ્લો દિવસ છે. ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4300થી વધારીને 5202 કરાઈ છે. આમ ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 20 કેડર માટે 5202 જગ્યાઓ પર સરકારી નોકરી માટે અરજી કરવાનો આજે એટલે કે 31 જાન્યુઆરી 2024 છેલ્લો દિવસ છે.
GSSSB Recruitment 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : મહત્વની વિગતો
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | વિવિધ 20 કેડર |
કુલ જગ્યા | 5202 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31-1-2024 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |

GSSSB Recruitment 2024 : 20 કેડરની વિગતે માહિતી
પોસ્ટ | વિભાગ | ખાલી જગ્યા |
જુનીયર ક્લાર્ક | વિવિધ ખાતા વડા | 2916 |
સિનીયર ક્લાર્ક | વિવિધ ખાતા વડા | 532 |
હેડ ક્લાર્ક | વિવિધ ખાતા વડા | 169 |
ઓફિસ આસીસ્ટન્ટ | સચિવાલય | 210 |
જુનિયર ક્લાર્ક | કલેક્ટર કચેરીઓ | 590 |
કાર્યાલય અધિક્ષક | કમિશ્રર, મત્સ્યોઉદ્યોગની કચેરી | 02 |
કચેરી અધિક્ષક | ખેતી નિયામકની કચેરી | 03 |
સબ રજિસ્ટ્રાર ગ્રેડ -1 | નોંધણી સર નિરીક્ષક કચેરી | 45 |
સબ રજિસ્ટ્રાર ગ્રેડ -2 | નોંધણી સર નિરીક્ષક કચેરી | 55 |
સ્ટેમ્પ નિરીક્ષક | સુપ્રિ.ઓફ સ્ટેમ્પસની કચેરી | 23 |
સમાજ કલ્યાણ નિરીક્ષક | નિયામક વિકસતી જાતી | 46 |
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | નિયામક વિકસતી જાતી કલ્યાણ | 13 |
સમાજ કલ્યાણ નિરીક્ષક | અનુસૂચિત જાતિ કલ્યાણ | 102 |
ગૃહમાતા | નિયામક સમાજ સુરક્ષા | 6 |
ગૃહપતિ | નિયામક સમાજ સુરક્ષા | 14 |
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી | નિયામક આદિજાતી વિકાસની કચેરી | 65 |
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી | નિયામક અનુસૂચિત જાતી | 07 |
આસીસ્ટન્ટ ડેપો મેનેજર | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ | 372 |
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર) | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ | 26 |
જુનિયર આસીસ્ટન્ટ વર્ગ 3 | નિયામક, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી | 08 |
કુલ જગ્યાઓ | 5202 |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદોથી વધારીને કુલ 5202 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. ઉમેદવારો 31 જાન્યુઆરી, 2024ના રોજ રાતના 23.59 વાગે સુધી ઓનલાઇન અરજી કરી શકશે. સરકારી નોકરીના નિર્ધારિત નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેશે.
GSSSB bharti 2024 : અરજી ફી 4 ગણી વધારી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની એપ્લિકેશન ફીમાં તોતિંગ 4 ગણો વધારો કર્યો છે. અત્યાર સુધી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે સરકારી નોકરી માટેની એપ્લિકેશન ફી 100 રૂપિયા હતી જે હવે વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. તેમજ મહિલા ઉમેદવારો અને અનામત વર્ગના ઉમેદવારો માટેની એપ્લિકેશન ફી 400 રૂપિયા કરવામાં આવી છે. અલબત્ત પરીક્ષામં હાજર રહેનાર ઉમેદાવારોને આ પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212/202324માં જણાવવામાં આવ્યું છે.
Gujarat Government Jobs 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : શૈક્ષણિક લાયકાત
આ સરકારી નોકરી માટે ઉમેદવાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુશન કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત જે-તે પદ માટે આવશ્યક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. ઉમેરવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઇએ. અરજદાર પાસે કોમ્પ્યુટરના બેઝિક નોલેજની ડિગ્રી સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
આ પણ વાંચોઃ- Pariksha pe charcha 2024, પરીક્ષા દરમિયાન તણાવ દૂર કેવી રીતે કરવો? પરીક્ષા પે ચર્ચા 2024માં PM એ આપી ટીપ્સ
GSSSB Vacancy 2024 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : પગાર ધોરણ
આ 4300 સરકારી નોકરી માટેના પગાર ધોરણ પોસ્ટ અને વિભાગ અનુસાર અલગ-અલગ છે. સૌથી ઓછો પગાર માસિક 26000 રૂપિયા સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ – રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પસંદગી પામનાર ઉમેદવારને 49600 રૂપિયા માસિક પગાર મળશે. નિમણુંક થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.