GSSSB Exam postponed, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ સ્થગિત રાખવામાં આવી છે. જીએસએસએસબી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે. એક તરફ લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વહીવટી કારણોને આગળ ધરીને વિવિધ કેડરની પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત રાખી છે. આ પરીક્ષાની નવી તારીખો આગામી સમયમાં જાહેર થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું સત્તાવાર નોટિફિકેશન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવ્યા પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -3 (ગ્રુપ -એ અને ગ્રૂપ – બી)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મ પરીક્ષા 1-4-2024ના રોજથી શરુ કરવામાં આવી છે.
મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. 20,21,27,28 એપ્રિલ 2024 અને તારીખ 4,5 મે 2024ના રોજ રાખવામાં આવેલી તમામ શિફ્ટનીપરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. 8 મે 2024 અને 8 મે 2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ- UPSC Results : અમદાવાદના સરદારધામમાંથી આઠ પાટીદાર યુવકોએ યુપીએસસીનું સપનું કર્યું સાકાર
મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 5554 જગ્યા બહાર પાડી છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વર્ગ 3ની ગ્રૂપ એ અને ગ્રૂપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી તાજેતરમાં અરજીઓ મંગાવી હતી.
ગુજરાત જાહેર સેવા આયોગે આ પરીક્ષાની તારીખ બદલી
તાજેતરમાં જાહેર થયેલા નોટિફિકેશન પ્રમાણે સંઘ લોકસ સેવા આયોગ (UPSC)ની સીવીલ સર્વિસની પ્રાથમિક પરીક્ષાને ધ્યાને લઈને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજવાની થતી પ્રાથમિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 16 જૂન 2024માં લેવાનારી ઔષધ નિરીક્ષક વર્ગ 2 અને નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગની પરીક્ષા હવે 21 જુલાઈ 2024ના રોજ લેવાશે.