GSSSB exam 2025 postponed : ગુજરાત સરાકરમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની બે પરીક્ષાઓ મોકૂફ રાખી છે. આ માટે GSSSB દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યુ છે. નોટિફિકેશન પ્રમાણે લેબોરેટરી ટેક્નિશિયન વર્ગ-3 અને વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની આગામી 7 સપ્ટેમ્બર 2025ની રોજ પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે.
લેબોરેટરી ટેક્નિશિયન અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ
નોટિફિકેશન પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનીશીયન (રસાયણ જૂથ) વર્ગ-3 અને વર્ક આસિસ્ટન્ટ, વર્ક-3 સંવર્ગની MCQ-CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન તારીખ 7 સપ્ટેમ્બર 2025ના રોજ અનુક્રમે સમય 9 વાગ્યાથી 12 વાગ્યા અને 15 વાગ્યાથી 18 વાગ્યા દરમિયાન કરવામાં આવેલું હતું.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 7 સપ્ટેમ્બર 2025ના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હોવા અંગે ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતો અન્વયે ઉક્ત બંને સંવર્ગોની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આ મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાની તારીખ હવે પછી નિયત થયેથી મંડળની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
કઈ કઈ પરીક્ષાઓ મુલતવી રખાઈ
લેબોરેટરી ટેક્નિશિયન (રસાયણ જુથ) વર્ગ-3
વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3