scorecardresearch
Premium

Mahesul talati bharti exam : મહેસૂલ તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થઈ, આ દિવસે લેવાશે પરીક્ષા

Revenue Talati Recruitment Exam Date Announced : જરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. GSSSB દ્વારા મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

gsssb mahesul talati bharti exam date
ગુજરાત મહેસૂલ તલાટી પરીક્ષા જાહેર – photo- freepik

GSSSB mahesul talati exam date : ગુજરાત સરકારમાં મહેસૂલ તલાટીની નોકરી માટે ફોર્મ ભર્યું છે એવા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. GSSSB દ્વારા મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ આ પરીક્ષા લેવાશે.

પરીક્ષાની માહિતી

પરીક્ષાનો પ્રકારપરીક્ષાની તારીખપરીક્ષાનો સમયેકુલ માર્ક
પ્રાથમિક પરીક્ષા(O.M.R.Based)14-9-2025બપોરે 2થી5 કલાક200 માર્ક્સ

મહેસૂલ તલાટી ભરતી માટે પોસ્ટની વિગતો

જિલ્લોજગ્યા
અમદાવાદ113
અમરેલી76
અરવલ્લી74
આણંદ77
કચ્છ109
ખેડા76
ગાંધીનગર13
ગીર સોમનાથ48
છોટાઉદેપુર135
જામનગર60
જુનાગઢ52
ડાંગ43
દાહોદ85
તાપી63
દેવભૂમિ દ્વારકા20
નર્મદા59
નવસારી52
પંચમહાલ94
પાટણ48
પોરબંદર36
બનાસકાંઠા110
બોટાદ27
ભરૂચ104
ભાવનગર84
મહિસાગર70
મહેસાણા33
મોરબી57
રાજકોટ98
વડોદરા105
વલસાડ75
સાબરકાંઠા81
સુરેન્દ્રનગર85
સુરત127
કુલ2389

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન- PDF

ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગની મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે 26 મે 2025થી 10 જૂન 2025 સુધી અરજી પ્રક્રિયા હાથ ધરી હતી. સ્નાતક ઉમેદવારો માટે સરકારી નોકરી સારી તક હતી.મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ 26000 રૂપિયા પ્રતિ માસ મળશે ત્યાર બાદ સંતોષકારક કામકીરી પૂર્ણ કર્યા બાદ સાતમા પગારપંચના ધારાધોરણ પ્રમાણે નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.

Web Title: Gsssb bharti 2025 mahesul talati recruitment exam date announced ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×