GSEB Exam time Table, Gujarat board exam calendar : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. યાદી પ્રમાણે ધોરણ 10 એસએસસી, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 એચએસસી વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા આગામી 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે.
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષાર્થીઓ માટે કેટલીક અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ આ મહત્વની સૂચના ચોક્કસ વાંચવી જોઈએ. જે પરીક્ષા આપવામાં ખૂબ જ મદદરૂપ થશે. પરીક્ષા આપવા જતાં પહેલા વિદ્યાર્થીઓએ આ સૂચના અવસ્ય વાંચવી જોઈએ.
ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકશે
કેન્દ્ર દ્વારા સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાની જાહેરાત કરાયા બાદ ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત બોર્ડની ધોરણ.12 સાયન્સની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે તેની જાહેરાત કરી છે. માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમાં બે વિષયની પુરક પરીક્ષાને બદલે તમામ વિષયોની 12 સાયન્સ બોર્ડ પરીક્ષા થશે. બન્ને પરીક્ષાઓમાંથી જે બેસ્ટ રિઝલ્ટ હશે તે ધ્યાને લેવાશે. જ્યારે ધોરણ 10ની પુરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધો.12 સામાન્ય પુરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે.
આ જાહેરાત બાદ વિદ્યાર્થીઓ ઈચ્છે તેટલા વિષયની પુનઃ પરીક્ષા આપી શકશે અને બન્નેમાંથી જે બેસ્ટ સ્કોર હશે તે ધ્યાને લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા માટે તમામ કેન્દ્રોની જાણ સ્કૂલોને જાન્યુઆરીમાં જ કરી દેવાશે. માત્ર 12 સાયન્સની જ પરીક્ષા બે વાર લેવાશે. જ્યારે ધોરણ 10ની મુખ્ય બોર્ડ પરીક્ષા માર્ચમાં લેવાયા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જુલાઈની પુરક પરીક્ષામાં બેને બદલે હવે ત્રણ દિવસ માટે તક અપાશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જુલાઈની પુરક પરીક્ષામાં એક વિષયને બદલે બે વિષય માટે તક અપાશે.
પરીક્ષાર્થીઓ માટે 12 મહત્વની સૂચના
- 1- પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબત
- 2- પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈપણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.
- 3- પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દવસોએ પરીક્ષા શરુ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
- 4- પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક્સ સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરુ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈપણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે. અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈપણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
- 5- પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય-વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષય-વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવેલા હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- 6- સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિત 147 વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓએ ઓલાઈન તા.7.3.2024 સુધી બોર્ડને મોકલી આપવાના રહેશે.
- 7- વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિત પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને પુરતા સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ઓલાઈન તા. 7 માર્ચ 2024 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
- 8- સિંધી ભાષાના પ્રશ્નપત્ર (005) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે.
- 9- તમામ પ્રવાહોના કમ્પ્યૂટર પરિચય વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ઓનલાઈન 7 માર્ચ 2024 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
- 10- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (146) વિષયની પરીક્ષાનો સમય 10.30થી 12.45 નો રહેશે
- 11- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યૂટર પરિચય (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા ઓએમઆર જવાબવહીથી લેવાળે. જેનો સમય 3.00થી 5-15નો રહેશે.
- 12- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર હેલ્થકેર (401), રીટેઈલ (403), બ્યુટી એન્ડ વેલનેશ (405), એગ્રિકલ્ચર (409), અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિસિંગ (411), ઓટો મોટિવ (413), ઇલેક્ટ્રોનિક્સ એ્ડ હાર્ડવેર (415), ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (417) વિષયની પરીક્ષાનો સમય 10-30થી 11-45નો રહેશે.