scorecardresearch
Premium

જ્ઞાનવાપી મામલામાં મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઇકોર્ટથી ફટકો

અલ્હાબાદ હાઇકોર્ટે અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમિટીની તે અરજી ફગાવી દીધી છે જેમાં તેમણે આ વિવાદમાં યથાસ્થિતિ બનાવી રાખવાની અપીલ કરી હતી

allahabad high court
અલ્હાબાદ હાઇકોર્ટ (તસવીર – એએનઆઈ)

Live Updates: જ્ઞાનવાપી મામલામાં મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઇકોર્ટથી ફટકો લાગ્યો છે. હાઇકોર્ટે અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમિટીની તે અરજી ફગાવી દીધી છે જેમાં તેમણે આ વિવાદમાં યથાસ્થિતિ બનાવી રાખવાની અપીલ કરી હતી. આ પહેલા લોઅર કોર્ટે પણ આ પ્રકારની અરજી ફગાવી દીધી હતી.

Live Updates
19:21 (IST) 31 May 2023
અમરેલી : રાજુલા પટવા દરિયામાં ચાર યુવાનો ડુબ્યા, તરવૈયા ટીમ સાથે ધારાસભ્ય હીરા સોલંકી પણ બચાવ માટે કૂદ્યા

Lazy Load Placeholder Image

Four youth drowned in Rajula Patwa beach : અમરેલી જિલ્લાના રાજુલા નજીકના પટવા બીચ પર યુવાનો નાહ્વા પડ્યા અને ડુબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની સાથે ધારાસભ્ય હીરા સોલંકી (MLA Hira Solanki) પણ બચાવમાં જોડાયા. ત્રણનો બચાવ એકની શોધખોળ ચાલુ

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

17:28 (IST) 31 May 2023
અજમેરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – રાજીવ ગાંધીએ પોતે માન્યું હતું કે સરકારી પૈસામાં ગોલમાલ થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે છે. તેમણે પુષ્કરમાં બ્રહ્મા મંદિરના દર્શન કર્યા હતા. આ પછી અજમેરમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પણ માન્યું હતું કે કોંગ્રેસ સરકાર 100 પૈસા મોકલાવે છે તો તેમાં 85 પૈસા ભ્રષ્ટાચારની ભેટ ચડી જાય છે. કોંગ્રેસ દરેક યોજનામાં 85 ટકા કમિશન ખાનારી પાર્ટી છે.

17:17 (IST) 31 May 2023
1 જૂનથી સોનુ-ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી, પીએફ એકાઉન્ટના નિયમો બદલાશે, કરદાતાને પણ અસર થશે જાણો વિગતવાર

Lazy Load Placeholder Image

1 june rules change : 1 જૂનથી નાણાં સંબંધિત ઘણી બાબતોના નિયમો બદલાશે કે નવા નિયમો લાગુ થશે, જે સામાન્ય વ્યક્તિની લઇને તમામને અસર થશે, જાણો ક્યા-ક્યા નિયમો બદલાશેસંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
16:52 (IST) 31 May 2023
ipl 2023 records : આઈપીએલનો સૌથી મોંઘો રન 1 કરોડ, 8 લાખ રૂપિયામાં પડ્યો, હેરી બ્રુકનો 1 રન 6 લાખ 97 હજારમાં પડ્યો

Lazy Load Placeholder Image

ipl 2023 records : આઈપીએલ 2023માં કેટલાક એવા સ્ટાર પ્લેયર્સ પણ છે જેમને હરાજીમાં કરોડો રૂપિયા ખર્ચીને ટીમમાં લીધા હતા પણ તે સાવ ફ્લોપ સાબિત થયા છે. ફ્રેન્ચાઇઝીને તેમના પર કરેલો ખર્ચ માથે પડ્યો છેસંપૂર્ણ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો
14:20 (IST) 31 May 2023
હૃદયદ્રાવક ઘટનાઃ લગ્નના દિવસે જ દુલ્હાનું મોત, શેરવાની પહેરતા સમયે જ આવ્યો હાર્ટ એટેક, જાનની જગ્યાએ નીકળી નનામી

Lazy Load Placeholder Image

UP groom death : લગ્નના દિવસે જ હાર્ટ એટેક આવવાથી દુલ્હાનું મોત નીપજ્યું હતું. દુલ્હાના મોત બાદ ઘરમાં કોહરામ મચી ગયો હતો. ઘરની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.

સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

12:25 (IST) 31 May 2023
“જો પીએમ મોદીને ભગવાન સાથે બેસાડવામાં આવે તો તેમને પણ સમજાવવાનું શરુ કરી દે” : અમેરિકામાં રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર પ્રહાર

rahul gandhi america visit news udpates : બુધવારે ભારતીયોને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોદીજીને જો ભગવાન સાથે બેસાડવામાં આવે તો તેઓ ભગવાનને પણ સમજાવવાનું શરુ કરી દેશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

12:14 (IST) 31 May 2023
World No Tobacco Day 2023 : આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ, થીમ છે “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં”

Lazy Load Placeholder Image

World No Tobacco Day 2023 : તમાકુ ઉગાડવા માટે વપરાતી જમીનમાં ખોરાક જેવા અન્ય પાક ઉગાડવાની ક્ષમતા ઓછી હોય છે, કારણ કે તમાકુ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

11:12 (IST) 31 May 2023
GSEB 12th Result | ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 : ગત વર્ષ કરતા 13.64 ટકા ઓછુ પરિણામ, જુઓ તમામ માહિતી

Lazy Load Placeholder Image

GSEB 12th Arts, Commerce results 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ (આર્ટ્સ, કોમર્સ પરિણામ) જાહેર થયું છે. કેટલા વિદ્યાર્થી પાસ થયા, કયા જિલ્લાનું, કયા કેન્દ્રનું પરિણામ સૌથી વધુ? 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ કેટલી? જેલના કેદી કેટલા પાસ થયા? જોઈએ તમામ માહિતી

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

09:59 (IST) 31 May 2023
GSEB 12th Result Live : સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા પ્રવાહવાર – ગ્રેડવાર પરિણામ

Lazy Load Placeholder Image

09:55 (IST) 31 May 2023
Aamir Khan : જ્યારે ‘ઇમોશનલી રેડી’ ત્યારે ફિલ્મ કરીશ , કપિલ શર્માને પૂછ્યું કે, તે ક્યારે..

Lazy Load Placeholder Image

Aamir Khan : પંજાબી ફિલ્મ કેરી ઓન જટ્ટા 3 ના ટ્રેલર લોન્ચ સમયે, આમિર ખાને કોમેડી ફિલ્મમાં અભિનય કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

09:49 (IST) 31 May 2023
GSEB 12th Result Live : દિવ્યાંગતાના પ્રકારવાર નોંધાયેલા ઉમેદાવોર અને પ્રાપ્ત કરેલી શ્રેણી

Lazy Load Placeholder Image

09:48 (IST) 31 May 2023
GSEB 12th Result Live : ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામઃ પ્રવાહવાર-જાતિવાર નોંધાયેલ અને ઉપસ્થિત ઉમેદવારોની સંખ્યા

Lazy Load Placeholder Image

09:45 (IST) 31 May 2023
GSEB 12th Result Live : ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામઃ પ્રવાહવાર પરિણામ પર નજર

ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, માર્ચ 2023માં પ્રવાહવાર પરિણામ આ પ્રમાણે છે.

Lazy Load Placeholder Image

09:37 (IST) 31 May 2023
GSEB 12th Result Live : ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 પર ઉડતી નજર
  • – કુલ કેન્દ્રો – 482
  • – ઉપસ્થિત નિયમિત ઉમેદવારોની સંખ્યા – 4,77,392
  • -પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા – 3,49,792
  • -નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી – 73.27 ટકા
  • – ઉપસ્થિત પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા – 28,321
  • – પુનરાવર્તિત ઉમેદવારોના પરિણાની ટકાવારી – 39.56 ટાક
  • – પ્રમાણપત્રને પાત્ર ખાનગી નિયમિત ઉમેદવારોની સંખ્યા – 10,830
  • – ખાનગી નિયમિત ઉમેદાવારોના પરિણામની ટકાવારી – 33.86 ટકા
  • – ઉપસ્થિત ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા – 11,833
  • – પ્રમાણપત્રને પા ખાનગી પુનરાવર્તિ ઉમેદવારોની સંખ્યા – 3,425
  • – ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો પરિણામની ટકાવારી – 28.94 ટકા
  • – વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – વાંગધ્રા – 95.85 ટકા
  • – ઓછું પરિણામ ધરાતું કેન્દ્ર – દેવગઢબારિયા – 36.38 ટકા
  • – સૌધી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – કચ્છ – 84.59 ટકા
  • -સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો – દાહોદ – 54.67 ટકા
  • – 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા – 311
  • -10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા – 44
  • -નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ – 67.03 ટકા
  • -નિયમિ વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા
  • – દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા – 3,097
  • -20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનારા દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 638
  • -ગેરરીતિના કેસની સંખ્યા – 357
  • 09:21 (IST) 31 May 2023
    GSEB 12th Result Live : ધો.12ના પરિણામમાં વાંગધ્રા કેન્દ્ર 95.85 ટકા પરિણામ સાથે ગુજરાતમાં અવ્વલ, સૌથી ઓછું દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ

    ગુજરાતમાં કેન્દ્ર પ્રમાણે ધોરણ 12ના પરિણામની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ જાહેર, સૌથી ઓછુ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

    09:18 (IST) 31 May 2023
    GSEB 12th Result Live : ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામમાં કચ્છ જિલ્લાએ 84.59 ટકા રિઝલ્ટ સાથે બાજી મારી, દાહોદ સૌથી પાછળ, કયા જિલ્લાનું કેટલું રિઝલ્ટ?

    Lazy Load Placeholder Image

    GSEB 12th Arts, Commerce results 2023 Live : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગયા વર્ષ કરતા 13.64 ટકા ઓછું પરિણામ આવ્યું છે. ગયા વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું હતું.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

    09:18 (IST) 31 May 2023
    GSEB 12th Result Live : ધોરણ 12નું પરિણામ, વિષયવાર પરિણામ પર એક નજર

    ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે વિષય પ્રમાણે પરિણામ જોઈએ તો હિન્દી વિષયનું પરિણામ સૌથી વધુ 94.91 ટકા આવ્યું છે જ્યારે ફિલોસોફી વિષયનું પરિણામ સૌથી ઓછું 76.69 ટકા આવ્યું છે. આ ઉપરાંત વિષયવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો ગુજરાતી 91.99 ટકા , હિન્દી 94 .91 ટકા, અંગ્રેજી 94.38 ટકા પરિણામ આવ્યું છે.

    08:25 (IST) 31 May 2023
    GSEB 12th Result Live : ગુજરાતમાં કચ્છ જિલ્લાએ બાજી મારી દાહોદ જિલ્લો રહ્યો સૌથી પાછળ

    ગુજરાતમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 54.67 ટકા પરિણામ આવ્યું છે જ્યારે કચ્છ જિલ્લાનું સૌથી વધુ 84.59 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગયા વર્ષ કરતા 13.64 ટકા ઓછું પરિણામ આવ્યું છે. ગયા વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું હતું. 6357300971 વ્હોટ્સએપ નંબર પર બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકાશે. સત્તાવાર વેબસાઇટ www.gseb.org/ પર રિઝલ્ટ મુકાયું

    08:17 (IST) 31 May 2023
    GSEB 12th Result Live : નિયમિત ઉમેદવારોનું 73.27 ટકા અને રિપિટર ઉમેદવારોનું 39.56 ટકા પરિણામ

    ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નિયમિત ઉમેદવારોનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. આમ 4,77,392 પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓમાંથી 3,49,792 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે અગાઉના વર્ષમાં પાસ ન થયા હોય તેવા રિપિટર 29,974 ઉમેદવારો પૈકી 28,321 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 11,205 ઉમેદવારો પાસ થવામાં સફળ રહ્યા હતા. આમ રિપિટર ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા આવ્યું છે.

    08:13 (IST) 31 May 2023
    GSEB ગુજરાત ધો. 12 આર્ટસ, કોમર્સ પરિણામ 2023: કેવી રીતે તપાસવું?
  • પગલું 1: સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો – gseb.org
  • પગલું 2: હોમપેજમાં પરિણામ લિંક પર ક્લિક કરો.
  • પગલું 3: તમારા ઓળખપત્રો દાખલ કરો જેમ કે નોંધણી નંબર અથવા રોલ નંબર, નામ અને જન્મ તારીખ.
  • પગલું 4: પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • 08:08 (IST) 31 May 2023
    GSEB 12th Result Live : ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર

    GSEB 12th Result Live : ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર

    08:06 (IST) 31 May 2023
    ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

    ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

    08:01 (IST) 31 May 2023
    ગેસ આધારિત અર્થતંત્ર બનવાનું ભારતનું વર્ષ 2023નું એનર્જી મિશન, પરંતુ LNG ઉત્પાદનની અપૂરતી ક્ષમતા

    Lazy Load Placeholder Image

    ગુજરાતમાં જાફરાબાદ અને છારા, ઓડિશામાં ધામરા અને મહારાષ્ટ્રના જયગઢ ખાતે 20 એમએમટીપીએની સંયુક્ત ક્ષમતા સાથે ચાર નવા ટર્મિનલ આવી રહ્યા છે.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

    07:46 (IST) 31 May 2023
    ટૂંક સમયમાં જાહેર થશે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

    ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને કોમર્સનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરશે.

    07:20 (IST) 31 May 2023
    GSEB ગુજરાત વર્ગ 12મા આર્ટસ, કોમર્સનું પરિણામ 2023: ક્યારે અને ક્યાં તપાસવું

    વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા પછી સત્તાવાર વેબસાઇટ – gseb.org પર જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમનો રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર, ઈમેલ આઈડી દાખલ કરવાની જરૂર છે અને એકવાર તે જાહેર થયા પછી વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ – gseb.org પર પરિણામ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમનું પરિણામ જોવા માટે તેમનો રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર, ઈમેલ આઈડી અને નામ દાખલ કરવાની જરૂર છે.

    07:08 (IST) 31 May 2023
    પરીક્ષાની અન્ય સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે

    વિદ્યાર્થીઓએ પોતાનું પરિણા પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓઓ વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પોતાના બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, દફ્તર ચકાસમી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

    07:05 (IST) 31 May 2023
    વિદ્યાર્થીઓ વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે

    માર્ચ 2023માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવલાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. 31-5-2023ના રોજ સવારના 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

    06:58 (IST) 31 May 2023
    ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યું હતું

    2022 માં વિજ્ઞાન અને સામાન્ય માટેની GSEB HSC પરીક્ષા 28 માર્ચે શરૂ થઈ હતી અને સામાન્ય પ્રવાહ માટે 12 એપ્રિલ અને વિજ્ઞાન પ્રવાહ માટે 8 એપ્રિલે સમાપ્ત થઈ હતી. 12મી મેના રોજ સવારે 10 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહની પાસ ટકાવારી 72.02 ટકા હતી, જે આ વર્ષની વિજ્ઞાન પ્રવાહની પાસ ટકાવારી કરતાં વધુ છે.

    06:57 (IST) 31 May 2023
    ગુજરાત બોર્ડ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે 8 વાગ્યે જાહેર થશે

    GSEB Gujarat Board 12th Result 2023 Live Updates: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરી છે. આજે 31 મે 2023ના બુધવારના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓએ પોતાના રોલ નંબરના આધારે સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ થકી પણ પરિણામ જોઈ શકશે.

    Web Title: Gseb 12th results 2023 gujarat board hsc arts commerce stream result live update

    Best of Express
    અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×