scorecardresearch
Premium

GSEB 12th Result : અમે માલધારી… હું અભણ, પુત્રએ 99.99 પીઆર મેળવ્યા, અમરાભાઈના ઘરે જાણે ઉત્સવ

gseb class 12th result 2023 : મોરબી (Morbi) ના વાંકાનેર (wankaner) તાલુકાના રંગપર ગામ (Rangpar Village) ના વિદ્યાર્થી ભરતે (Bharat) ધોરણ 12માં 99 પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા. પિતાએ કહ્યું, હું અભણ, અમારા પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં નહી, કોઈ માર્ગદર્શન વગર દીકરાએ સારા ગુણ મેળવ્યા અમને ગર્વ છે.

Bharat Al from Faiz School Wankaner. Express
ફોટો – ભરત આલ, ફૈઝ સ્કૂલ – વાંકાનેર, એક્સપ્રેસ

GSEB 12th Result Morbi student story : ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ આવી ગયું છે, ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં માત્ર 1000ની વસ્તી ધરાવતા એક નાનાકડા ગામ રંગપરમાં વિદ્યાર્થીના ઘરે ઉત્સવ જેવો માહોલ.

બુધવાર સવારથી જ, ઘરમાં સગા-સંબંધી, ગ્રામિણો અને સમાજના નેતા અમરાભાઈના 17 વર્ષિય પુત્ર ભરતને મળવા માટે પહોંચ્યા, જેણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ની ધોરણ 12ની પરીક્ષામાં 99.99 પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા. એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી, ભરતે પરીક્ષામાં 700માંથી 667 – 95.29 ટકા ભરત, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીએ પરીક્ષામાં 700 માંથી 667 – 95.29 ટકા ગુણ મેળવ્યા.

પશુપાલક અમરાભાઈએ જણાવ્યું હતું કે, “હું અભણ છું પણ મારા પુત્રએ કોઈ માર્ગદર્શન વિના આટલા સારા ગુણ મેળવ્યા છે. મને તેના પર ગર્વ છે.”

ભરતના પિતરાઈ ભાઈ કાલુભાઈ (36)એ કહ્યું કે, “જે લોકો અમારા ઘરે આવી શકતા ન હતા અને જેઓ દૂર દૂર રહે છે તેઓએ અમને ફોન પર અભિનંદન આપ્યા. અમે સવારથી જ ફોન કૉલ્સ અને મહેમાનોને અટેન્ડ કરવામાં વ્યસ્ત છીએ.”

ત્રણ પુત્રમાંમાં સૌથી મોટો ભરત, ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમના ગામથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલી એક ખાનગી શાળા, ફૈઝ સ્કૂલ વાંકાનેરમાં અભ્યાસ કરવા ગયો. શાળામાં હોસ્ટેલની સુવિધા હોવા છતાં, ભરત શેરીંગ ઓટોરિક્ષા દ્વારા તેના ગામથી દરરોજ 15 કિમી દુર શાળાએ મુસાફરી કરતો હતો.

તેણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, તે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે પરંતુ, તેણે કયું ક્ષેત્ર પસંદ કરવું તે હજુ નક્કી નથી કરી શક્યો.. “હું આગળ અભ્યાસ કરીશ પરંતુ કઈ બ્રાન્ચ અને ક્યાં તે નક્કી કર્યું નથી.”

અમરાભાઈ જે પશુપાલનનો વ્યવસાય કરે છે, તેમની પાસે 20 ઢોર છે. તેમણે કહ્યું, “ગામમાં કોઈ માધ્યમિક શાળા ન હોવાથી મારી દીકરીએ આઠમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. અમે માલધારી સમુદાયના છીએ અને પશુપાલન સિવાય બીજું કંઈ જાણતા નથી.” જ્યારે ભરતની બહેને 2020માં ધોરણ 8 પછી અભ્યાસ છોડી દીધો હતો, તેનો ભાઈ દસમા ધોરણમાં છે.

છઠ્ઠા ધોરણ સુધી ભણેલા કાળુભાઈ મોરબીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમણે કહ્યું, “અમારા પરિવારમાં કોઈની પાસે સરકારી નોકરી નથી. કાં તો તેઓ પોતાનો નાનો વ્યવસાય ચલાવી રહ્યા છે અથવા ખાનગી કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે.”

આ પણ વાંચોત્રણ પેપર બાકી હતા અને પિતાએ પકડી અનંતની વાટ, પપ્પાનું બેટ સાથે રાખી આપી પરીક્ષા, દેવાંશીએ મેળવ્યા 88.35 PR

ભરતે ધોરણ 10માં 97 પર્સન્ટાઇલ એટલે કે 89 ટકા માર્ક્સ મેળવ્યા હતા. “તે પ્રથમ ધોરણમાં ભણતો હતો ત્યારથી હંમેશા પ્રથમ આવે છે. તે મહેનતુ છોકરો છે. અમે તેને સવારે 3 વાગે ઉઠીને અભ્યાસ કરતા જોયો છે.

Web Title: Gseb 12th results 2023 gujarat board hsc arts commerce stream result 2023 morbi wankaner rangpar village

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×