scorecardresearch
Premium

GSEB 12th Result 2025 : ગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તો સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી

GSEB 12th Result 2025 Declared :ગુજરાત બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કર્યું છે.

GSEB 12th Result 2025 Declared
ગુજરાત બોર્ડ ધો 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર – Express photo

GSEB 12th Result 2025, ગુજરાત બોર્ડ ધો.12 પરિણામ : ગુજરાત બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કર્યું છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થીઓએ બાજી મારી છે જ્યારે સામાન્ય પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી.

વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તો સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓ આગળ

ગુજરાત બોર્ડે આપેલા આંકડા પ્રમાણે વિજ્ઞાન પ્રવાહના નિમયિત વિદ્યાર્થીઓનું પરિમામ 83.79 ટકા છે જ્યારે નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણઆમ 83.20 ટકા છે. આમ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ આગળ નીકળી ગયા છે. બીજી તરફ સામાન્ય પ્રવાહના પરિણામમાં નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 90.78 ટકા આવ્યું છે જ્યારે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 95.23 ટકા આવ્યું છે. આમ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.

બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ઉપસ્થિત રહેલા ઉમેદવારો સામે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર મેળવવા પાત્ર થયેલા ઉમદેવારોમાં પુનરાવર્તિત વિદ્યાર્થીઓનું 43.48 ટકા પરિણામ તો વિદ્યાર્થીનીઓનું 49.31 ટકા પરિણામ છે. નિયમિત (GSOS) વિદ્યાર્થીઓનું 48.06 ટકા અને નિયમિત GSOS) વિદ્યાર્થીનીઓનું 48.96 ટકા પરિણામ આવ્યું હતું. પુનરાવર્તિત GSOS) વિદ્યાર્થીઓનું 39.80 ટકા અને પુનરાવર્તિત GSOS) વિદ્યાર્થીનીઓનું 48.96 ટકા પરિણામ જાહેર થયું છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર કર્યું છે. મુખ્ય પરીક્ષા 2025 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કૂલ 152 કેન્દ્રો ઉપર 1,11,223 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,10,395 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા.જેમાં નિયમતિ વિદ્યાર્થીઓ 1,00,725 નોંધાયા હતા. તે પૈકી 1,00,575 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યું છે.

આ પણ વાંચોઃ- GSEB 12th Result 2025 : ગુજરાત બોર્ડનું ધો.12 વિજ્ઞાનનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર

ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટ્સ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07 ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદાવરો નોંધાયા હતા. જે પૈકી 21,571 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9785 ઉમેદવારો સફળ થયા હતા. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.36 ટકા આવ્યું છે.

Web Title: Gseb 12th result 2025 out gujarat board std 12 science stream boys and general stream girls excelled ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×