GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે આ માઠાં સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી વર્ગ-2ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા અને આ પોસ્ટ માટેની સમગ્ર ભરતી પ્રક્રિયા રદ્દ કરવા અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટ | હિસાબી અધિકારી વર્ગ-2 |
| જગ્યા | 59 |
| વિભાગ | નાણાંવિભાગ |
| પરિયા યોજાયેલ તારીખ | 18થી 21 સપ્ટેમ્બર 2024 |
| સત્તાવાર વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
જીપીએસસીએ નોટિફિકેશનમાં શું જણાવ્યું
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે હિસાબી અધિકારી વર્ગ-2 ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (સેમી ડાયરેક્ટર) કૂલ જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા 18થી 21 સપ્ટેમ્બર 2024 દરમિયા પરીક્ષા યોજાયેલ.
નાણા વિભાગ દ્વારા 29-10-2024ના પત્ર ક્રમાંક FD/OTH/e-file/4/2022/2039/GHથી સદર સંવર્ગમાં યોજાયેલ સેમી ડાયરેક્ટર પરીક્ષા રદ્દ કરી પરીક્ષા તથા સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવા આયોગને વિનંતી કરેલ હોઈ આયોગ દ્વારા આ જાહેરાતની પરીક્ષા તથા સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદાવરોએ નોંધ લેવા વિનંતી.
નોટિફિકેશન
ઉલ્લેખનીય છે કે સરકારી ભરતીમાં છાસવરે કંઈકના કંઈક અડચણો આવતી રહે છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારીની ભરતી રદ્દ કરતા આ સંવર્ગના ઉમેદવારોને એક મોટો ઝાટકો લાગ્યો છે.
આઈપીએસ અધિકારી હસમુખ પટેલ જીપીએસસીના નવા અધ્યક્ષ
ગુજરાત જાહેર સેવા કમિશન (જીપીએસસી)ના નવા અધ્યક્ષ તરીકે આઈપીએસ અધિકારી હસમુખ પટેલની નિમણુક કરવામાં આવી છે. આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશ જાહેર કરાયો છે. જે બાદ આગામી સમયમાં આઈપીએસ હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળશે.
આ પણ વાંચોઃ- જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી : જૂનાગઢમાં વર્ગ-2 અને વર્ગ -3 અધિકારી બનવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકારે કરેલા આદેશ પ્રમાણે હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા કમિશન (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે કામગીરી કરશે. તમને જણાવી દઈએ કે, પેપર ફુટવાની ઘટનાઓ બાદ હસમુખ પટેલના દિશાનિર્દેશ અંતર્ગત અનેક પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. જેથી આગામી સમયમાં સરકારી ભરતી પ્રક્રિયાને નવી દિશ મળશે તેવી આશા છે.