scorecardresearch
Premium

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: સ્ટેનોગ્રાફર ગ્રેડ 1ની ભરતી, પગાર ધોરણ સહિતની તમામ વિગતો જાણવા અહીં ક્લિક કરો

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)માં સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 (અંગ્રેજી) વર્ગ-2 જગ્યા પર ભરતી થવાની છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GPSC Recruitment 2025, Stenographer Grade-1 Class-2
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 – photo – @GPSC_OFFICIAL

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ 2 અધિકારી પોસ્ટ માટે કુલ 111 જગ્યાઓ બહાર પાડી છે.ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)માં સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 (અંગ્રેજી) વર્ગ-2 જગ્યા પર ભરતી થવાની છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 વર્ગ-2 માટે વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC)
પોસ્ટસ્ટેનોગ્રાફર ગ્રેડ 1
વિભાગગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)
જગ્યા1
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા21થી 35 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ22-1-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)માં સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 (અંગ્રેજી) વર્ગ-2 જગ્યા પર ભરતી થવાની છે. સામાન્ય કેટેગરીમાં આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંતી સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ આ ઉપરાતં ક્વોલિફાઈંગ પરીક્ષા (ટૂંકા હાથ)ની કસોટી પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
  • ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ

પગાર ધોરણ

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત સ્ટેનોગ્રાફર ગ્રેડ 1, વર્ગ-2 તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક લેવલ-08 પ્રમાણે ₹44900/- 142400 પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ
ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે

અરજી ફી

  • સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી 100 વત્તા પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 રૂપિયા વત્તા સર્વિસ ચાર્જ છે.
  • મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભવારની રહેતી નથી,
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેવારોએ નિયત ફી ભરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 વર્ગ 2 પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Web Title: Gpsc recruitment 2025 stenographer grade 1 class two officer in gwrdc and get a salary of up to lakhs how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×