scorecardresearch
Premium

GPSC Recruitment 2025: ગુજરાત સરકારમાં વર્ગ 1 અને વર્ગ 2 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં A to Z માહિતી

Gujarat PSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અનુભવ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Recruitment 2025
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી – photo-X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠાલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ફરીથી એક મોટી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 496 જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2025થી શરુ થઈ ગઈ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અનુભવ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટવિવિધ
વિભાગવિવિધ
જગ્યા496
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટવર્ગજગ્યા
મદદનીશ નિયામક (આઈટી)વર્ગ-129
નાયબ નિયામક (આઈટી)વર્ગ-13
આઈ.સી.ટી. ઓફિસરવર્ગ-212
મદદનીશ ઈજનેર(સિવિલ)વર્ગ-265
નાયબ કાર્યપાલક ઇજનેર(ઇલેક્ટ્રીકલ)વર્ગ-21
મદદનીશ ઈજનેર (સિવિલ)(R&B)વર્ગ-230
હિસાબી અધિકારીવર્ગ-239
મેનેજર ગ્રેડ-1(R&B)વર્ગ-21
નાયબ કમિશનર(ઉદ્યોગ અને ખાણ)વર્ગ-11
મદદનીશ કમિશનર (ઉદ્યોગ અને ખાણ)વર્ગ-22
નાયબ નિયામક(સા.વ.વિ)વર્ગ-11
મદદનીશ નિયામક (ઉદ્યોગ અને ખાણ)વર્ગ-21
મદદનીશ વ્યવસ્થાપક (ઉદ્યોગ અને ખાણ)વર્ગ-21
મદદનીશ ખેતી નિયામકવર્ગ-215
નાયબ ખેતીનિયામક-જિલ્લા ખેતિવાડી અધિકારીવર્ગ-112
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીવર્ગ-240
બાળ લગ્ન પ્રતિબંધ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીવર્ગ-22
મદદનીશ ચેરીટી કમીશ્નરવર્ગ-12
કાર્યપાલક ઈજનેર(સિવિલ)વર્ગ-12
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)વર્ગ-15
નાયબ સેક્શન અધિકારી (સચિવાલય)વર્ગ-333
નાયબ સેક્શન અધિકારી(વિધાનસભા)વર્ગ-31
નાયબ મામલતદારવર્ગ-338
સહ પ્રાધ્યાપક, પેડીયાટ્રીક સર્જરીવર્ગ-14
પ્રાધ્યાપક મેડીકલ જીનેટીક્સવર્ગ-11
પિડિયાટ્રિશિયન, સર્જનવર્ગ-1141
ડેન્ટલ સર્જનવર્ગ-110

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ગ-1 અને 2ની વિવિધ પોસ્ટ ભરતી માટે પોસ્ટ પ્રમાણે ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે જેતે પોસ્ટ માટે અરજી કરના ઉમેદવારોએ જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

અરજી કરવા અંગે મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 496 જગ્યાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2025 બપોરે 13.00 વાગ્યાથી શરુ થઈ ગઈ છે જે 17 ફેબ્રુઆરી 2025 રાતના 23.59 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારો 17 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેસ સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

કરિયર અને સાંપ્રત ચાલતી ભરતીઓ વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ જીપીએસસીની વેબસાઈટ ઉપર જેતે ભરતીનું નોટિફિકેશન વાંચવું.

Web Title: Gpsc recruitment 2025 golden opportunity to get class 1 and class 2 jobs in gujarat government bharti how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×