scorecardresearch
Premium

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત નર્સિંગ સેવામાં વર્ગ 2 અધિકારી બની ₹ 1.42 લાખ સુધી પગાર મેળવો, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી,ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ વર્ગ-2 માટે વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GPSC Deputy Nursing Superintendent 2025
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી,ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ – photo – @GPSC_OFFICIAL

GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં વર્ગ 2 અધિકારી પોસ્ટ માટે કુલ 111 જગ્યાઓ બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ -2 ની કુલ 9 જગ્યાઓ ભરવાની છે. આ માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી,ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ વર્ગ-2 માટે વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC)
પોસ્ટડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ
જગ્યા9
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા38 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ22-1-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
સામાન્ય7
આર્થિક રીતે નબળા વર્ગ0
સા.શૈ.પ.વર્ગ2
અનુ. જાતિ0
અનુ.જન.જાતિ0
કુલ9

શૈક્ષણિક લાયકાત

  • ભારતીય નર્સિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત માસ્ટર ઓફ સાયન્સ (નર્સિંગ) ની ડિગ્રી
  • ભારતીય નર્સિંગ દ્વારા માન્ય પોસ્ટ બેઝિક B.Sc. (નર્સિંગ) ની ડિગ્રી
  • ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત મૂળભૂત B.Sc. (નર્સિંગ) ની ડિગ્રી, શૈક્ષણિક લાયકાત વિશે વધુ જાણવા માટે ઉમદેવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
  • ઉમેદવાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ

પગાર ધોરણ

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત સ્ટેનોગ્રાફર ગ્રેડ 1, વર્ગ-2 તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક લેવલ-08 પ્રમાણે ₹44900/- 142400 પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની 37 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ
  • ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે

અરજી ફી

  • સામાન્ય કેટેગરીના (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી 100 વત્તા પોસ્ટલ સર્વિસ ચાર્જ અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 રૂપિયા વત્તા સર્વિસ ચાર્જ છે.
  • મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભવારની રહેતી નથી,
  • ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેવારોએ નિયત ફી ભરવાની રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ વર્ગ 2 પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

Web Title: Gpsc recruitment 2025 deputy nursing superintendent class two officer in gujarat nursing seva health department how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×