GPSC Bharti 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ -3ની વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અતંર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની કામદાર રાજ્ય વીમા યોજના માટે પેથોલોજીસ્ટ અધિકારી વર્ગ-1ની 9 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પેથોલોજીસ્ટ અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
GPSC Recruitment 2024, પેથોલોજીસ્ટ અધિકારી ભરતી, અંગે મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટ | પેથોલોજીસ્ટ અધિકારી |
| જગ્યા | 2 |
| વર્ગ | વર્ગ-1 |
| નોકરીનો પ્રકાર | સરકારી |
| અરજી ફી | ₹ 100 |
| વય મર્યાદા | 45 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
| ક્યાં અરજી કરવી | https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=lzjgUBcnhV8= |
GPSC Bharti, પેથોલોજીસ્ટ અધિકારી, પોસ્ટની વિગત
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકની પેથાલોજીસ્ટ, વર્ગ -1 ની બે જગ્યાઓ માટે જીપીએસસીએ ભરતી બહાર પાડી છે. આ માટે પોસ્ટ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પેથોલોજીસ્ટ અધિકારી માટે શૈક્ષણિક લાયકાત
- M.D.(પેથોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પેથોલોજી અથવા DNB (ક્લિનિકલ પેથોલોજી)
- ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી
- ગુજરાત અને હિન્દીનું પુરતું જ્ઞાન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પેથોલોજીસ્ટ અધિકારી માટે વય મર્યાદા અને પગાર
- વયમર્યાદા – 45 વર્ષથી વધારે નહીં
- પગાર – ગુજરાત આયુર્વેદ સેવામાં ₹ 67,700- ₹ 2,08,700 પે મેટ્રિક્સ લેવલ-11
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
- સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
- ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.
પેથોલોજીસ્ટ અધિકારી વર્ગ 1 ભરતીનું નોટિફિકેશન
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પેથોલોજીસ્ટ અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
આ પણ વાંચોઃ-
- ગુજરાત પોલીસ ભરતી : PSI અને લોકરક્ષક ભરતી માટે અરજી કરવાની બાકી છે? તો આ સમાચાર ખાસ તમારા માટે છે, અહીં વાંચો શું છે અગત્યનું
- જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી : મહેસાણામાં ₹ 75,000 ની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો A to Z માહિતી
- ગુજરાત સરકારની આ કચેરીમાં ₹ 60,000 ના પગાર વાળી નોકરી, ફટાફટ વાંચો સંપૂર્ણ માહિતી
- GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગતની પેથોલોજીસ્ટ અધિકારીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.