GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી તારીખ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની વિવિદ વિષયોના પ્રાધ્યાપક વર્ગ-1 અને સહ પ્રાધ્યાપક વર્ગ-1ની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 રાખવામાં આવી હતી. જોકે હવે સંસ્થા દ્વારા છેલ્લી તારીખ લંબાવીને 18 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડેલી પ્રોફેસરની ભરતી માટે અરજી કરવાની રહી ગઈ હોય એવા ઉમેદવારોને અરજી કરવા માટે વધારે સમય મળ્યો છે. ઉમેદવારો 18 ડિસેમ્બર 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
GPSCના ચેરમેન હસમુખ પટેલે શું કહ્યું?
GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ઉમેદવારો ન મળતા જાહેરાત ક્રમાંક 90-96/2024-25 કાર્ડિયોલોજી, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, સીટીસર્જરીના પ્રાધ્યાપક અને કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી,સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના સહપ્રાધ્યાપક, GSS વર્ગ1 માટે અરજી કરવાની તારીખ 18 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે.
કઈ પોસ્ટમાં કેટલી જગ્યાઓ ખાલી?
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે જાહેરાત ક્રમાં 90-96/2024-25ની જગ્યાઓ માટે તારીખ લંબાવવામાં આવી છે.
પોસ્ટ | જગ્યા |
આઈ.એચ.બી.ટી | 1 |
કાર્ડિયોલોજી (પ્રોફેસર) | 6 |
મેડિકલ ગેસ્ટ્રોલોજી | 1 |
સી.ટી. સર્જરી | 3 |
ન્યૂરો સર્જરી | 6 |
કાર્ડિયોલોજી (એસોસિએટેડ પ્રોફેસ) | 6 |
સર્જીકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી | 1 |
અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
GPSC નું નોટિફિકેશન
ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.